Get The App

ઉત્તર પ્રદેશ રાજ્યસભા ચૂંટણીનું પરિણામ જાહેર, ભાજપના આઠ અને સપાના બે ઉમેદવારની જીત

સમાજવાદી પાર્ટીના આઠ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરી અખિલેશને આપ્યો ઝટકો

અખિલેશ યાદવે કહ્યું, ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરાશે

Updated: Feb 27th, 2024


Google NewsGoogle News
ઉત્તર પ્રદેશ રાજ્યસભા ચૂંટણીનું પરિણામ જાહેર, ભાજપના આઠ અને સપાના બે ઉમેદવારની જીત 1 - image


Uttar Pradesh Rajya Sabha Election Result : ઉત્તર પ્રદેશ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના આઠ ઉમેદવારો અને સમાજવાદી પાર્ટીના બે ઉમેદવારોની જીત થઈ છે. 10 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં 395 મતદારોએ મતદાન કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના તમામ ઉમેદાવાર સુધાંશુ ત્રિવેદી, આરપીએન સિંહ, ચૌધરી તેજવીર સિંહ, સાધના સિંહ, અમરપાલ મૌર્ય, સંગીતા બળવંત અને આગ્રાના મેયર નવીન જૈનની જીત થઈ છે, જ્યારે સમાજવાદી પાર્ટી તરફથી જયા બચ્ચન અને પીડીએ ઉમેદવાર રામજીલાલ સુમનનો પણ વિજય થયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. જયા બચ્ચનને સૌથી વધુ મત મળ્યા છે. ભાજપને ક્રોસ વોટિંગનો લાભ મળતા તેના આઠમાં ઉમેદવારની પણ જીત થઈ છે.

કયા ઉમેદવારને કેટલા વોટ મળ્યા

  • અમરપાલ મૌર્યને 38 મત
  • આલોક રંજનને 19 મત
  • જયા બચ્ચનને 41 મત
  • તેજવીરને 38 મત
  • નવીનને 38 મત
  • આરપીએન સિંહને 37 મત
  • રામજી લાલને 37 મત
  • સાધનાને 38 મત
  • સુધાંશુને 38 મત
  • સંગીતાને 38 મત

સપાના 7 ધારાસભ્યોનું ભાજપ તરફી મતદાન

રાજ્યસભાની ચૂંટણીમાં કુલ 399 મતદારોમાંથી 395 મતદારોએ મતદાન કર્યું હતું. પૂર્વ મંત્રી ગાયત્રી પ્રજાપતિની પત્ની મહારાજી દેવીએ મતદાન કર્યું નથી. મળતા અહેવાલો મુજબ સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું. સપાના 7 ધારાસભ્યોએ ભાજપ તરફી મતદાન કર્યું હતું.

રાજ્યસભાની ચૂંટણી પહેલા સપામાં દોડધામ

ચૂંટણી માટે મતદાન થાય તે પહેલા સમાજવાદી પાર્ટીમાં દોડધામ જોવા મળી હતી. પાર્ટીના મુખ્ય નેતા અને ઊંચાહારના ધારાસભ્ય મનોજ પાંડેએ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ સપાના ચાર ધારાસભ્યોએ પણ જય શ્રીરામના નારા સાથે ક્રોસ વોટિંગ કરતા પાર્ટીને મોટો ફટકો પડ્યો હતો. આ મામલે સપા પ્રમુખ અખિલેશ યાદવે પોતે સ્વિકાર્યું કે, પાર્ટીના કેટલાક ધારાસભ્યો દ્વારા ક્રોસ વોટિંગ કરાયું છે અને હવે તેમની સામે મોટી કાર્યવાહી કરાશે.

સપાના આ નેતાઓએ ક્રોસ વોટિંગ કર્યું

ઉત્તર પ્રદેશની 10 રાજ્યસભા બેઠકોમાંથી ભાજપ તરફથી આઠ અને સમાજવાદી પાર્ટી તરફથી ત્રણ ઉમેદવારો મેદાનમાં હતાં. સૂત્રો મુજબ સમાજવાદી પાર્ટીના આઠ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરતાં પોતાની જ પાર્ટીના ત્રીજો ઉમેદવારની હાર થઈ છે. આ ધારાસભ્યોમાં રાકેશ પાંડે, રાકેશ પ્રતાપ સિંહ, અભય સિંહ, વિનોદ ચતુર્વેદી, મનોજ પાંડે, મહારાજી દેવી (ગેરહાજર), પૂજા પાલ (એનડીએને મત આપ્યો), આશુતોષ મૌર્ય (ગેરહાજર)નો સમાવેશ થાય છે.


Google NewsGoogle News