Get The App

VIDEO : ભારતીય વાયુસેનામાં તાકાતવર C-295 વિમાન સામેલ, સંરક્ષણ મંત્રીએ સ્વસ્તિક બનાવીને સોંપી ચાવી

રાજનાથ સિંહે આજથી શરૂ થયેલ ‘ભારત ડ્રોન શક્તિ-2023’ કાર્યક્રમમાં C-295 વિમાન વાયુસેનાને સોંપ્યું

વિમાનમાં પ્રતિ કલાક 480 કિમીની સ્પીડે 11 કલાક સુધી ઉડવાની ક્ષમતા : દુર્ઘટનામાં પીડિતો લોકોને નિકાળવા પણ ઉપયોગી

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
VIDEO : ભારતીય વાયુસેનામાં તાકાતવર C-295 વિમાન સામેલ, સંરક્ષણ મંત્રીએ સ્વસ્તિક બનાવીને સોંપી ચાવી 1 - image

ગાજિયાબાદ, તા.25 સપ્ટેમ્બર-2023, સોમવાર

ભારતીય વાયુસેનાના કાફલામાં વધુ એક અત્યાધુનિક વિમાનનો સમાવેશ થયો છે. આજે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સી-295 વિમાન પર સ્વસ્તિક બનાવી સેનાને ચાવી સોંપી છે. દરમિયાન આજથી ગાજિયાબાદના હિંડન એરફોર્સ સ્ટેશન પર આજથી બે દિવસીય ભારત ડ્રોન શક્તિ-2023 કાર્યક્રમ શરૂ થયો છે. ભારતીય વાયુસેના અને ડ્રોન ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આ કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. આ કાર્યક્રમમાં આજે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વાયુસેનાના પ્રમુખ વી.આર.ચૌધરી સામેલ થયા હતા. 

ભારતીય વાયુ સેનાને સોંપાયું સી-295 વિમાન

મળતી માહિતી મુજબ આ કાર્યક્રમ દરમિયાન 50થી વધુ ડ્રોનનું લાઈવ હવાઈ પ્રદર્શન યોજાઈ રહ્યું છે... ત્યારે આજના દિવસે સંરક્ષણ મંત્રીએ સી-295 ટેકનિકલ મિલિટ્રી એરલિફ્ટ પ્લેન સત્તાવાર રીતે ભારતીય વાયુસેનાને સોંપ્યું હતું. આ દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સી-295 વિમાન પર સ્વસ્તિક દોરી સેનાને સોંપ્યું હતું. થોડા દિવસો પહેલા જ એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ કંપનીએ ભારતને સી-295 વિમાન સોંપ્યું હતું... આવા કુલ 56 વિમાનો વાયુસેનામાં સામેલ કરવામાં આવશે, જેમાંથી 40 વિમાનો મેક ઈન ઈન્ડિયાના આધારે ભારતમાં તૈયાર કરાશે. આ વિમાનોને ટાટા અને એરબસ સંયુક્તરીતે બનાવશે.

C-295 વિમાનની તાકાત

  • આ વિમાનમાં પ્રતિ કલાક 480 કિમીની સ્પીડે 11 કલાક સુધી ઉડવાની ક્ષમતા
  • દુર્ઘટનામાં પીડિતો અને બિમાર લોકોને નિકાળવા માટે પણ વિમાન ખુબ જ ઉપયોગી
  • સૈનિકો અને સામાનને ઝડપી પહોંચાડવા માટે રિયર રેંપ ડોરથી લેસ વિમાન
  • C-295 મહત્વના અભિયાન ઉપરાંત કુદરતી આફતો, દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં પણ સક્ષમ
  • ટેકનિકલ મિલિટ્રી એરલિફ્ટ પ્લેનમાં 5થી 10 ટન ક્ષમતા ઉઠાવવાની તાકાત...
  • વિમાન સૈનિકોને પેરાશુટ દ્વારા ઉતારવામાં અને સામાન નીચે નાખવામાં પણ ઘણું ઉપયોગી

વિમાન સાથે સંકળાયેલી ખાસ બાબતો

C-295 એક વ્યૂહાત્મક પરિવહન વિમાન છે. આ વિમાનને સેનાના કર્મચારીઓ અને કાર્ગોના આવન-જાવન માટે બનાવાયું છે. આ વિમાનમાં તમામ પ્રકારના એર લેન્ડિંગ તાકાત ધરાવે છે. એટલું જ નહીં વિમાનમાં ઓટો રિવર્સની પણ ક્ષમતા છે, જે 180 ડિગ્રી સુધી ફરી શકે છે. આમ વાયુસેનામાં સી-295 વિમાન સામેલ થયા બાદ સેનાનો સામાન લાવા અને લઈ જવા માટે સરળતા રહેશે.


Google NewsGoogle News