VIDEO: ગેટ આઉટ! ઓફિસમાં સ્ટાફે ઘૂસીને મહિલા પ્રિન્સિપાલની ખુરશી છીનવી તગેડી મૂક્યાં, જાણો મામલો
Principal Forcibly Removed In Uttar Pradesh: પેપર લીકની તપાસ વચ્ચે ઉત્તર પ્રદેશમાં મહિલા પ્રિન્સિપાલને બળજબરીથી પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સંસ્થાના પ્રમુખની આગેવાની હેઠળ શાળાના કર્મચારીઓનું એક જૂથ પ્રિન્સિપાલની ઓફિસમાં પ્રવેશે છે અને તેમને તરત જ તેમની ખુરશી ખાલી કરવા કહે છે. પ્રિન્સિપાલના વિરોધ કરવા છતા બળજબરીથી દૂર કરવામાં આવ્યો અને તેમનો ફોન પણ છીનવી લેવામાં આવ્યો. આ વીડિયો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની બિશપ જોનસન ગર્લ્સ સ્કૂલનું છે.
જાણો શું છે મામલો
ડાયોસીસ ઓફ લખનઉનું પ્રતિનિધિત્વ કરતા બિશપ મોરિસ એડગર ડેને જણાવ્યું કે, 'શાળા 11મી ફેબ્રુઆરી 2024ના UPPSC રિવ્યુ ઓફિસર-આસિસ્ટન્ટ રિવ્યુ ઓફિસર (RO-ARO) પેપર લીક સંબંધિત કરોડો રૂપિયાના કૌભાંડમાં ફસાઈ છે. પેપર લીકના સંબંધમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) દ્વારા ધરપકડ કરાયેલા લોકોમાં સ્ટાફ સભ્ય વિનીત જસવંતનો સમાવેશ થાય છે, જેમાં પ્રિન્સિપાલ પારુલ સોલોમનની સંડોવણી પણ બહાર આવી હતી.'
પ્રયાગરાજમાં 11મી ફેબ્રુઆરીએ પરીક્ષા શરૂ થાય તે પહેલા જ પેપર લીક થઈ ગયું હતું. UP STFએ બિશપ જોનસન ગર્લ્સ સ્કૂલના પરીક્ષા કેન્દ્રના સંચાલક વિનીત યશવંત સહિત 10 લોકોની ધરપકડ કરી છે. પરીક્ષા કેન્દ્ર પરથી સવારે 6:30 વાગ્યે મોબાઈલ ફોન પર પેપરનો ફોટો ક્લિક કર્યો અને તેને લીક કરી દીધો હતો.
આ પણ વાંચો: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નૈયા પાર કરશે કે ડૂબાડશે, જાણો ફાયદા અને ગેરફાયદા
વાયરલ થઈ રહેલા વીડિયોમાં બિશપ સહિત અનેક લોકો પ્રિન્સિપાલની ઓફિસમાં ઘૂસીને સોલોમનનો મોબાઈલ ફોન ઝૂંટવી લેવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. સોલોમન આજીજી કરે છે. એક મહિલા શિક્ષક બળજબરીથી સોલોમનનો ફોન છીનવી લે છે અને તેની ખુરશીને ધક્કો મારીને ઓફિસમાંથી બહાર કરી દે છે. ત્યાર બાદ નવા પ્રિન્સિપાલ શાર્લીન મેસીની બેસાડે છે. નોંધનીય છે કે, બિશપ ડેને સોલોમન પર શાળામાંથી 2.40 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ મૂક્યો છે.