VIDEO: ફરી ટ્રેન ઉથલાવવાનું કાવતરું, ટ્રેક પર મૂકાયો લાંબો થાંભલો, ઇમરજન્સી બ્રેક મારતાં મોટી દુર્ઘટના ટળી

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
VIDEO: ફરી ટ્રેન ઉથલાવવાનું કાવતરું, ટ્રેક પર મૂકાયો લાંબો થાંભલો, ઇમરજન્સી બ્રેક મારતાં મોટી દુર્ઘટના ટળી 1 - image


Overturn Train in Rampur : ઉત્તર પ્રદેશમાં ફરી ટ્રેન ઉથલાવવાનું કાવતરું સામે આવતાં ખળભળાટ મચ્યો છે. અહીં રામપુરમાં રેલવે ટ્રેક પર સાત મીટર લાંબો થાંભલો મૂકીને કાઠગોદામ-દેહરાદૂન એક્સપ્રેસ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે લોકો પાયલોટે સમસૂચકતા દાખવતા રાજ્યમાં મોટી દુર્ઘટના ટળી છે.

લોકો પાયલોટે સમસૂચકતા દાખવતા મોટી દુર્ઘટના ટળી

લોકો પાયલોટને ટ્રેક પર થાંભલો પડ્યો હોવાનું દૂરથી દેખાઈ ગયું હતું, જેના કારણે તેણે તુરંત ઇમરજન્સી બ્રેક મારી દુર્ઘટના ટાળી છે. આ ઘટના સામે આવ્યા બાદ ટ્રેનની સુરક્ષા પર ફરી સવાલો ઊભા થયા છે. હાલ ટ્રેક પરથી થાંભલો હટાવી ટ્રેન રવાના કરી દેવાઈ છે. આ ઉપરાંત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને તપાસ શરુ કરી દીધી છે. પોલીસ અધિક્ષક તથા જીઆરપી એસપીએ પણ સ્થળ પર પહોંચી સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કર્યું છે.

ગાજીપુર અને કાનપુરમાં પણ ટ્રેન ઉથલાવવાનું કાવતરું

આ પહેલા ગાજીપુરમાં ટ્રેક પર લાકડાનું બોક્સ રાખી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો હતો. જ્યારે કાનપુરમાં ટ્રેક પર સિલિન્ડર અને પેટ્રોલ ભરેલો બાટલો રાખવામાં આવ્યો હતો. રાજ્યમાં ટ્રેન ઉથલાવવાની સતત બનતી ઘટનાઓને કારણે ટ્રેનની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. આ ઉપરાંત પોલીસ પણ સાવચેત થઈ ગઈ છે.

આ પણ વાંચો : પન્નુ કેસમાં ભારત સરકાર અને અજીત ડોભાલ વિરુદ્ધ સમન્સ, US કોર્ટના નિર્ણયથી ભડક્યું વિદેશ મંત્રાલય

ટ્રેક પર વીજળીનો થાંભલો જોતાં લોકો પાયલોટ ચોંક્યો

આજની ઘટના અંગે એવું કહેવાય છે કે, રુદ્રપુર બોર્ડરથી સિટી ક્ષેત્રની બલવંત એન્કલેવ કોલોની પાછળની રેલવે લાઇનના ટ્રેક પર કોઈએ બુધવારે રાત્રે વજનદાર થાંભલો રાખી દીધો હતો. આ દરમિયાન તે ટ્રેક પર ટ્રેન નંબર-12091 કાઠગોદામ દેહરાદૂન એક્સપ્રેસ ટ્રેન દેહરાદૂનથી પરત કાઠગોદામ આવી રહી હતી. આ દરમિયાન લોકો પાયલોટે ટ્રેક પર વીજળીનો થાંભલો જોતાં ચોંકી ગયો હતો અને તેણે તુરંત ઇમરજન્સી બ્રેક મારતાં મોટી દુર્ઘટના ટળી હતી.

આ પણ વાંચો : કેન્દ્રીય મંત્રી વિરુદ્ધ FIR, રાહુલ ગાંધી વિરુદ્ધ આપ્યું હતું નિવેદન, કહ્યું- નહીં માંગુ માફી


Google NewsGoogle News