VIDEO: યુપીમાં હાઇવે પર એક પછી એક 5 કાર વચ્ચે ભયંકર ટક્કર, ઈજાગ્રસ્તોને હૉસ્પિટલ ખસેડાયા
UP Accident: ઉત્તર પ્રદેશના હાપુર (Hapur) જિલ્લામાં ધુમ્મસના કારણે અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ છે. જેના કારણે દિલ્હી-લખનઉ હાઇવે પર આશરે અડધો ડઝન વ્હીકલ્સ એકબીજા સાથે ટકરાઈ હતી. અકસ્માતના કારણે રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચોઃ VIDEO : દિલ્હી ધુમ્મસમાં 'ખોવાયું', વાહનો ગોકળગાયની ગતિએ , ટ્રેન-ફ્લાઈટ મોડી પડી
ધુમ્મસના કારણે થયો અકસ્માત
હાપુરના બાબુગઢ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર વિજય ગુપ્તાએ જણાવ્યું કે, આજે સવારે 7:30 વાગ્યે સિમરૌલી બોર્ડર કાલી નદી પુલ પર ધુમ્મસના કારણે NH9 પર લખનઉથી દિલ્હી જતાં રસ્તા પર 5 ગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
બે લોકો થયા ઈજાગ્રસ્ત
ઇન્સ્પેક્ટર વિજય ગુપ્તાના જણાવ્યા અનુસાર, 'ઇકબાલ નામના વ્યક્તિની ગાડી જે મુરાદાબાદથી દિલ્હી તરફ જઈ રહી હતી, તે કોઈ અજાણ્યા વાહન સાથે અથડાઈ. જેના કારણે ગાડીમાં સવાર તેના પુત્ર ઈમરાન અને પત્ની હિના ઈજાગ્રસ્ત થયા હતા. હાલ બંનેને હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.'