યુપીમાં લારીઓમાં નામ લખવાનો આદેશ, કાવડિયાઓને મૂંઝવણ ન થાય તે માટે લેવાયો નિર્ણય

Updated: Jul 18th, 2024


Google NewsGoogle News
યુપીમાં લારીઓમાં નામ લખવાનો આદેશ, કાવડિયાઓને મૂંઝવણ ન થાય તે માટે લેવાયો નિર્ણય 1 - image


Uttar Pradesh: 22 જુલાઈથી શરૂ થતી કાવડ યાત્રા પૂર્વે મુજફ્ફરનગરમાં ખાણી-પીણી અને ફળની દુકાનો લગાવતા દુકાનદારોને પોત-પોતાના નામ લખીને દુકાન સામે લટકાવવા મજબૂર કરાયા છે. પોલીસે કાવડયાત્રાના રુટ પર આવતી તમામ દુકાનો તથા લારી-ધંધાના માલિકોને આદેશ આપ્યો હતો કે તે પોત-પોતાની દુકાનો સામે પ્રોપરાઈટર કે પછી તેમને ત્યાં કામ કરતા લોકોના નામ જરૂર લખે જેના લીધે કાવડિયાઓને કોઈ કન્ફ્યુઝન ન થાય.

વેપારી-ધંધાર્થી મજબૂર થયા! 

મુજફ્ફરનગરમાં કાવડ યાત્રાનો આશરે 240 કિલોમીટરનો રુટ છે. એટલા માટે આ જિલ્લો મહત્ત્વપૂર્ણ મનાય છે. અહીં પોલીસના નિર્દેશ બાદ દુકાન માલિકોએ પોત-પોતાના નામ સાથે કઇ વસ્તુની દુકાન છે તે લખીને પોસ્ટર લગાવી દીધા છે. કોઈએ તેની લારી પર 'આરીફ આમવાલા' તો કોઈએ 'નિસાર ફલવાલા' લખેલા કાગળ લટકાવી દીધા છે.

આ પણ વાંચો : યુપીમાં કોઈ મોટો નિર્ણય લેશે ભાજપ? ભારે હલચલ વચ્ચે PM મોદીએ દિગ્ગજ નેતા સાથે કરી બેઠક

જિલ્લા તંત્ર દ્વારા એક નવો આદેશ જારી કરાયો

જિલ્લા તંત્ર દ્વારા આ વખતે કાવડ યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે આ પ્રકારનો એક નવો આદેશ જારી કરાયો છે. જેના લીધે આ વખતે કાવડ યાત્રામાં ખાણી-પીણીની દુકાન, હોટેલ, ઢાકા, લારી વગેરે જ્યાંથી પણ શિવભક્ત કાવડિયા ખાવાની વસ્તુ ખરીદી શકે તે માટે ધંધાર્થી કે દુકાન માલિકોને નિર્દેશ અપાયો હતો કે તે પોત-પોતાની દુકાનો સામે પ્રોપરાઈટર કે પછી તેમને ત્યાં કામ કરતા લોકોના નામ જરૂરથી લખે.

આ પણ વાંચો : મુસ્લિમોની વસ્તી 40 ટકા થઈ ગઈ, મારા માટે આ જીવન-મરણનો સવાલ, ભાજપ CMના નિવેદનથી ખળભળાટ

યુપીમાં લારીઓમાં નામ લખવાનો આદેશ, કાવડિયાઓને મૂંઝવણ ન થાય તે માટે લેવાયો નિર્ણય 2 - image


Google NewsGoogle News