Get The App

VIDEO: આગ્રામાં સેનાનું એરક્રાફ્ટ ક્રેશ, હવામાં જ પ્લેનમાં આગ લાગ્યા બાદ ખેતરમાં પડ્યું

Updated: Nov 4th, 2024


Google NewsGoogle News
VIDEO: આગ્રામાં સેનાનું એરક્રાફ્ટ ક્રેશ, હવામાં જ પ્લેનમાં આગ લાગ્યા બાદ ખેતરમાં પડ્યું 1 - image


Plane Crash In Agra : ઉત્તરપ્રદેશના આગ્રામાં આજે સેનાના એરક્રાફ્ટને મોટી દુર્ઘટના નડી છે. આગરાના કાગરૌલના સોનિયા ગામ પાસે એક ખેતરમાં વાયુસેનાનું વિમાન ક્રેશ થયું છે. વિમાન ખેતરમાં પડ્યા બાદ આસપાસના અનેક લોકો ત્યાં દોડી આવ્યા છે. જમીન પર પડતાની સાથે જ વિમાનમાં ભયંકર આગ લાગી ગઈ હતી. હાલ પોલીસ અને સેનાની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી દીધી છે. ઘટના સ્થળે આસપાસના અનેક લોકો પણ એકઠા થયા છે.

બે પાયલોટે કુદીને બચાવ્યો જીવ

મળતી વિગતો મુજબ આ એરક્રાફ્ટમાં બે પાયલોટો હતા, તેઓએ તુરંત એરક્રાફ્ટમાં કુદીને પોતાનો જીવ બચાવ્યો છે. બંને પાયલોટો આગ લાગ્યાની થોડી મિનિટો પહેલા જ એરક્રાફ્ટમાંથી બહાર આવી જતા આબાદ બચાવ થયો છે. એરક્રાફ્ટ ખેતરમાં પડ્યા બાદ આસપાસના અનેક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલ પોલીસ અને સેનાની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી દીધી છે.

એરક્રાફ્ટ આદમપુરથી આગરા જઈ રહ્યું હતું

સંરક્ષણ અધિકારીઓએ કહ્યું કે, ભારતીય વાયુસેનાના બે પાયલોટો સહિત બે લોકોએ ખેતરમાં કુદીને પોતાનો જીવ બચાવ્યો છે. તેમણે કહ્યું કે, મિગ-29 ફાઈટર એરક્રાફ્ટમાં આગ લાગી હતી. એરક્રાફ્ટ પંજાબના આદમપુરથી ઉડાન ભરીને આગરા અભ્યાસ માટે જઈ રહ્યું હતું, જોકે તેમાં અચાનક આગ લાગ્યા બાદ સોંગા ગામના એક ખેતરમાં ક્રેશ થયું હતું. વિમાન ક્રેશના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. વીડિયો મુજબ, ખેતરમાં પડ્યા બાદ એરક્રાફ્ટમાં ભયંકર આગ જોવા મળી રહી છે. આ દરમિયાન આસપાસના અનેક લોકો પણ ઘટનાસ્થળે જોવા મળી રહ્યા છે. અધિકારીઓએ કહ્યું કે, ઘટના અંગે તપાસના આદેશ અપાયા છે.


Google NewsGoogle News