ઉત્તર પ્રદેશના માફિયા-નેતા મુખ્તાર અંસારીનું કાર્ડિઆક અરેસ્ટથી મોત
- રાજ્યના તમામ જિલ્લાઓમાં કલમ 144 લાગુ
- ડોક્ટરોની આખી ટીમ સારવારમાં લાગી હોવા છતાં પણ મુખ્તારનો જીવ ન બચ્યો
બાંદા : બાંદા જેલમાં બંધ ઉત્તરપ્રદેશના માફિયા કમ રાજકારણી મુખ્તાર અંસારીનું કાર્ડિયાક એરેસ્ટથી મોત થયું છે. જેલમાં તબિયત બગડયા પછી તેમને ગંભીર સ્થિતિમાં દુર્ગાવતી મેડિકલ કોલેજ લાવવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. યોગી સરકારે તકેદારીના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ કરી દીધી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મુખ્તાર અંસારી બેરેકમાં પડી ગયા હતા. તેને સ્ટૂલ સિસ્ટમમાં તકલીફ હતી. તેને આઇસીયુમાં ૧૪ કલાક રાખી સારવાર કરવામાં આવી હતી. મુખ્તારે કોર્ટમાં અરજી કરી આરોપ લગાવ્યો હતો કે તેને જેેલમાં સ્લો પોઇઝન આપવામાં આવી રહ્યું છે.
મુખ્તારને જેલમાંથી લાવવામાં આવ્યો ત્યારે તેની તબિયત સારી ન હતી. તેને ઉલ્ટી થતાં જૂના ડોક્ટરને બોલાવવામાં આવ્યો હતો.તેના પછી તેને મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યો. પ્રારંભિક સ્ટેજ પર તેને હાર્ટ એટેકની સ્થિતિ હોવાનું લાગ્યું. તેના પછી સ્થિતિ વધુ વણસતા તેમને મેડિકલ કોલેજ લઈ જવાયા. પ્રારંભિક તબક્કામાં જ મુખ્તારને હાર્ટ એટેકના લક્ષણો જણાવવવા લાગ્યા હતા. ડોક્ટરોની આખી ટીમ મુખ્તાર અન્સારીની સારવારમાં લાગેલી હતી.