શોર્ટ સર્કિટ થતાં લાગી આગ, લપેટમાં બે સિલિન્ડર આવતા પ્રચંડ વિસ્ફોટ, લખનઉમાં 5ને કાળ ભરખી ગયો

ઘરની છત અને દિવાલો પણ ધરાશાયી થઈ ગઈ હતી

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
શોર્ટ સર્કિટ થતાં લાગી આગ, લપેટમાં બે સિલિન્ડર આવતા પ્રચંડ વિસ્ફોટ, લખનઉમાં 5ને કાળ ભરખી ગયો 1 - image

image : Twitter



Lucknow Cylinder Blast : લખનઉના કાકોરીમાં મોડી રાત્રે લગભગ 11 વાગ્યે જરદૌસીના કારગીરના ઘરમાં બીજા માળે એકસાથે બે સિલિન્ડરમાં વિસ્ફોટ થતાં પરિવારના પાંચ સભ્યો જીવતાં ભૂંજાઈ ગયા હતા. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે લોકોને દૂર દૂર સુધી તેનો અવાજ સંભળાયો હતો. ઘરની છત અને દિવાલો પણ ધરાશાયી થઈ ગઈ હતી. 

આજુ બાજુના લોકો પણ ગભરાઈ ગયા 

વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આસપાસના લોકો પણ ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા. મૃતકોમાં 50 વર્ષીય જરદોસી કારીગર મુશીર, તેમની પત્ની 45 વર્ષીય હુસ્ના બાનો, સાત વર્ષની ભત્રીજી રૈયા, બનેવી અઝમતની પુત્રીઓ ચાર વર્ષની હુમા અને બે વર્ષની હિનાનો સમાવેશ થાય છે.

ચાર ગંભીર રીતે ઘાયલ થયા 

આ દુર્ઘટનામાં વિસ્ફોટ બાદ ભયંકર આગ પણ ફાટી નીકળી હતી જેના લીધે ચાર લોકો દાઝી ગયા હતા જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિજનોના જણાવ્યાનુસાર રૂમમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી જેના બાદ આગની લપેટમાં સિલિન્ડર પણ આવી ગયો હતો જેના પગલે તેમાં ભયંકર વિસ્ફોટ થયો. 


Google NewsGoogle News