Get The App

રસપ્રદ કિસ્સો : જ્યારે કાંશીરામને જીતાડવા મુલાયમસિંહે પોતાના પક્ષના ઉમેદવારનો ખેલ પાડી દીધો

એક સમયે ઉત્તર પ્રદેસની રાજનીતિમાં મુલાયમસિંહ યાદવનો પ્રભાવ હતો

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
રસપ્રદ કિસ્સો : જ્યારે કાંશીરામને જીતાડવા મુલાયમસિંહે પોતાના પક્ષના ઉમેદવારનો ખેલ પાડી દીધો 1 - image


Lok Sabha Elections 2024: આઝાદી પછીના વર્ષોમાં ઇટાવાની રાજનીતિએ ઘણા રંગ જોયા છે. સમાજવાદી નેતા મુલાયમસિંહ યાદવનો ગૃહ જીલ્લો હોવાથી તેમનો પ્રભાવ એવો રહ્યો કે બસપાના સંસ્થાપક કાંશીરામને જીતાડવા માટે તેમણે પોતાના ઉમેદવારને ચુંટણીમાં હરાવી દીધો હતો.

મુલાયમ કાંશીરામનું ગઠબંધન થયું અને ખેલ પડી ગયો

સમાજવાદી જનતા પક્ષમાંથી રામસિંહ શાક્ય ચુંટણી લડી રહ્યા હતા. ચુંટણીના ત્રણ દિવસ અગાઉ મુલાયમ કાંશીરામનું ગઠબંધન થઇ ગયું હતું. મુલાયમસિંહે કાંશીરામને લોકસભામાં મોકલવા માટે તેમના સમર્થનમાં અપીલ જારી કરી દીધી હતી. કાંશીરામના ચુંટણી એજન્ટ ખાદીમ અબ્બાસના જણાવ્યા અનુસાર કાશીરામ બસપામાંથી ચુંટણી લડ્યા હતા અને 1.45 લાખ મતથી જીતી ગયા હતા. બીજા નંબરે ભાજપના લાલ સિંહ વર્મા અને ત્રીજા સ્થાને સમાજવાદી પાર્ટીના રામસિંહ શાકયને 81 હજાર આસપાસ મત મળ્યા હતા.

આવી રીતે મુલાયમસિંહ યાદવે ઉત્તર પ્રદેશમાં 1993માં સરકાર રચી 

આ ચુંટણીથી મુલાયમસિંહ અને કાંશીરામ એકબીજાની સાથે આવ્યા અને કાંશીરામે મુલાયમસિંહ યાદવને નવી પાર્ટી બનાવવાની સલાહ આપી હતી. 1992માં નવી સમાજવાદી પાર્ટીની રચના કરી મુલાયમસિંહ યાદવે ઉત્તર પ્રદેશમાં 1993માં સરકાર રચી હતી. ઇટાવા લોકસભા બેઠક પર આઝાદી બાદ વર્ષ 1952થી અત્યાર સુધી 17 ચૂંટણી યોજાઈ છે. કોંગ્રેસે આ બેઠક પર ચાર વખત વિજય મેળવ્યો હતો જોકે છેલ્લા સાડા ત્રણ દાયકાથી આ બેઠક જીતી શકી નથી. આ બેઠક પર જીતની હેટ્રીક સમાજવાદી પક્ષ જ લગાવી શક્યો છે. આ બેઠકની રસપ્રદ વાત તે છે કે જ્યારે કોંગ્રેસનો સુરજ તપતો હતો ત્યારે 1957ની ચુંટણીમાં કમાન્ડર અર્જુનસિંહ ભદૌરિયા અપક્ષ તરીકે ચુંટણી જીતી ગયા હતા


Google NewsGoogle News