ઝાંસી રેલવે સ્ટેશનમાં ટ્રેનનું પ્લેટફોર્મ બદલાતા નાસભાગ, મહાકુંભ આવતા મુસાફરો પાટા પર પટકાયા
UP Jhansi Railway Station Stampede: ઉત્તર પ્રદેશના ઝાંસી રેલવે સ્ટેશન પર મહાકુંભ જતા મુસાફરોમાં સોમવારે નાસભાગ મચી હતી અને તેમાંથી એક મોટો અકસ્માત થતાં ટળ્યો છે. અમુક ચાલતી ટ્રેનમાં સવાર થવાની હોડમાં ટ્રેનમાંથી નીચે પડ્યા, તો અમુક પ્લેટફોર્મ પર જ નીચે પડી ગયા. જેનાથી મુસાફરોમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે, અકસ્માતમાં કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નહતી.
કુંભ મેલા સ્પેશિયલ ટ્રેનમાં રેલવેની બેદરકારી
કુંભ મેલા સ્પેશિયલ ટ્રેનમાં રેલવેની મોટી બેદરકારી જોવા મળી હતી. આ દરમિયાન જીઆરપી અને આરપીએફ જવાનો ગેરહાજર હતાં. આ ઘટનાએ સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી દીધી છે. સ્પેશિયલ ટ્રેન સાંજે 8:10 વાગ્યે પ્લેટફોર્મ નંબર 6 થી રવાના થવાની હતી. 8:15 વાગ્યે ટ્રેનની બદલે પ્લેટફોર્મ નંબર 8 પર પહોંચી અને નાસભાગ મચી ગઈ.
પ્લેટફોર્મ પર નાસભાગ
હકીકતમાં પ્રયાગરાજ-ઝાંસી રિંગ રેલ રાત્રે ઉરઈ તરફથી ઝાંસી આવી. યાત્રાળુઓને ઉતાર્યા બાદ ટ્રેનને પ્લેટફોર્મ નંબર 8 પર લઈ જવામાં આવી રહી હતી. પ્લેટફોર્મ એકથી આવતા જોઈ મુસાફરો પ્રયાગરાજ જવા માટે ચાલતી ટ્રેનમાં સવાર થવા લાગ્યાં, જેને જોઈને મુસાફરોમાં નાસભાગ મચી ગઈ અને યાત્રાળુઓ રેલવે લાઇન પર કૂદીને ટ્રેન પર ચઢવા લાગ્યા, બાદમાં મુસાફરોની ચાલતી ટ્રેનમાં ચઢવાની હોડ લાગી. જેમાં અનેક યાત્રીઓ પડી ગયા અને માંડ-માંડ ટ્રેનની નીચે કચડાતા બચ્યા. યાત્રીને બચાવવામાં ડ્રાઇવરે ટ્રેનને રોકી એક મોટી દુર્ઘટનાને ટાળી હતી. ટ્રેનના ડ્રાઇવરે ગાડી રોકીને યાત્રાળુઓને સમજાવીને તેમને ટ્રેનમાં બેસાડ્યા. આ દરમિયાન આરપીએફ તેમજ જીઆરપી પોલીસ ગેરહાજર હતી, જે એક ખૂબ જ ગંભીર બાબત છે. જોકે, આ દરમિયાન કોઈ જાનહાનિ સર્જાઈ નહતી.