Get The App

VIDEO: 10 વર્ષની તપાસ બાદ આ દિગ્ગજ સાંસદ સામે EDની મોટી કાર્યવાહી, કરોડોની જમીન જપ્ત કરી

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
VIDEO: 10 વર્ષની તપાસ બાદ આ દિગ્ગજ સાંસદ સામે EDની મોટી કાર્યવાહી, કરોડોની જમીન જપ્ત કરી 1 - image


Babu Singh Kushwaha : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ મની લોન્ડ્રિંગ કેસમાં ઉત્તર પ્રદેશના જૌનપુર બેઠક પરના સમાજવાદી પાર્ટીના સાંસદ બાબુ સિંઘ કુશવાહા સામે મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ આ કેસમાં રાજધાની લખનઉમાં કાનપુર રોડ પર કુશવાહાની કરોડો રૂપિયાની જમીન જપ્ત કરી છે. આ જમીન પર ગેરકાયદેસર બાંધકામ પણ હતું, જેને તોડવા માટે ઈડીની ટીમ બુલડોઝર સાથે પહોંચી છે.

BSPની સત્તા વખતે થયું હતું NHRM કૌભાંડ

મળતાં અહેવાલો મુજબ, જ્યારે ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીની સત્તા હતી, ત્યારે રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન(NHRM Scam)માં કૌભાંડ થયું હતું, જેમાં મુખ્ય આરોપી તરીકે તે સમયના મંત્રી અને સમાજવાદી પાર્ટીના સાંસદ બાબુ સિંહ કુશવાહાનું નામ છે, ત્યારે આ કૌભાંડમાં 10 વર્ષની તપાસ કર્યા બાદ ઈડીએ લખનઉ સ્થિત કુશવાહાની કિંમતી જમીન જપ્ત કરી છે. આ જમીન પર કુશવાહાના હિન્દી સમાચાર પત્રની પ્રિન્ટિંગ મશીન લાગેલી છે તેમજ આ જમીન કૃષિને યોગ્ય પણ છે. ઈડીએ કુશવાહાની સંપત્તિની તપાસ કર્યા બાદ આ જમીનની માહિતી મળી હતી, ત્યારબાદ એજન્સીએ ભ્રષ્ટાચારના નાંણાથી ખરીદાયેલી આ જમીન જપ્ત કરી છે.

VIDEO: 10 વર્ષની તપાસ બાદ આ દિગ્ગજ સાંસદ સામે EDની મોટી કાર્યવાહી, કરોડોની જમીન જપ્ત કરી 2 - image

કુશવાહાએ અન્યોના નામે સંપત્તિ ખરીદી

ઈડી મની લોન્ડ્રિંગ ઍક્ટ હેઠળ કુશવાહા સામે 10 વર્ષથી તપાસ કરી રહી છે. કુશવાહા વિરુદ્ધ આવકથી વધુ સંપત્તિના કેસની પણ તપાસ ચાલી રહી છે. ઈડીએ તપાસ કર્યા બાદ કુશવાહાએ કૌભાંડના રૂપિયાથી ઘણી બેનામી મિલકતો ખરીદી હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન એજન્સીએ તેણે અન્યના નામે ખરીદેલી સંપત્તિને પણ શોધી કાઢી છે. આમાંથી કાનપુર રોડ પર આવેલી જમીન કુશવાહાએ એક કંપનીના નામે ખરીદી હતી.

અત્યાર સુધીમાં 250 કરોડની સંપત્તિ જપ્ત

ઈડીની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, કુશવાહાએ એનઆરએચએમ અને ઉત્તર પ્રદેશ લેબર કન્સ્ટ્રક્શન ઍન્ડ કોઓપરેટિવ ફેડરેશન લિમિટેડ(LACFED)માં ભ્રષ્ટાચારથી મેળવેલી રકમથી બેનામી સંપત્તિઓ ખરીદી હતી. આમાંથી ઘણી સંપત્તિઓ કુશવાહાના પરિવાર અને તેમના નજીકની વ્યક્તિઓના નામે હોવાનું સામે આવ્યું છે. ઈડીએ અત્યાર સુધીમાં લગભગ 250 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.

લાંબા રાજકીય વનવાસ બાદ કુશવાહાની ફરી રાજકારણમાં એન્ટ્રી

આ કૌભાંડ બાદ બાબુ સિંહ કુશવાહા લાંબો સમય રાજકારણથી દૂર રહ્યા હતા, જોકે લોકસભા ચૂંટણી-2024માં સમાજવાદી પાર્ટીએ તેમને જૌનપુરથી ટિકિટ આપી હતી અને તેમણે ભાજપના કૃપાશંકર સિંહને હરાવ્યા હતા. જૌનપુરના પૂર્વ સાંસદ ધનંજય સિંહે ભાજપના ઉમેદવારનું સમર્થન કર્યું હતું, તેમ છતાં કુશવાહા જીતવામાં સફળ થયા.

આ પણ વાંચો : દિલ્હી કોચિંગ દુર્ઘટના CBIને સોંપાઈ : HCએ પોલીસને ઝાટકી, કહ્યું- આભાર કે તમે પાણીનો મેમો ન ફાડ્યો

આ પણ વાંચો : આભ ફાટ્યું, નદીઓમાં ઘોડાપૂર, અનેક લોકો તણાયા: વરસાદના કારણે હિમાચલ-ઉત્તરાખંડમાં ત્રાહિમામ


Google NewsGoogle News