સુપ્રીમ કોર્ટે 121નો ભોગ લેનારા હાથરસકાંડ કેસમાં સુનાવણીનો કર્યો ઈન્કાર, અરજદારને આપી આ સલાહ
Hathras Stampede : સુપ્રીમ કોર્ટે 121નો ભોગ લેનારા હાથરસકાંડ કેસમાં સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. અરજદારોએ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. જોકે કોર્ટે અરજી પર સુનાવણી હાથ ધર્યા બાદ અરજદારોને હાઈકોર્ટમાં જવા કહ્યું છે.
હાઈકોર્ટ જાય અરજદારો : સુપ્રીમ કોર્ટે
અરજદારોની અરજી પર સુનાવણી કરતી વખતે સીજેઆઈ ડી.વાય.ચંદ્રચુડે (CJI D.Y.Chandrachud) કહ્યું કે, ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગ દરમિયાન મચેલી નાસભાગમાં 121 લોકોના મોત થવાની ઘટના ખૂબ જ દુઃખદ છે. જોકે આ કેસમાં સુનાવણી કરવા માટે હાઈકોર્ટ સક્ષમ છે, તેથી તેઓ હાઈકોર્ટમાં અરજી કરે. અરજદારોએ હાથરસકાંડની તપાસ કરવા માટે સર્વોચ્ચ અદાલતના સેવાનિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ પાંચ સભ્યોની વિશેષ સમિતિની નિમણૂ કરવાની માંગ કરી હતી.
નાસભાગમાં 121 લોકોના થયા હતા મોત
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના હાથરસમાં બે જુલાઈના રોજ સત્સંગનું આયોજન કરાયું હતું, જેમાં નાસભાગ થતાં 121 લોકોના મોત થયા હતા. અહેવાલો મુજબ હાથરસ જિલ્લાના ફુલરઈ ગામમાં બાબા નારાયણ હરિ ઉર્ફે ભોલે બાદાનો સત્સંગ ચાલી રહ્યો હતો, જેમાં 2.5 લોકો આવ્યા હતા.