હાથરસ દુર્ઘટના: સત્સંગ પછી નાસભાગ થતા ભાગી ગયા હતા બાબા, CCTV ફૂટેજમાં ખુલાસો
Hathras Case : હાથરસના સત્સંગમાં મચેલી નાસભાગ બાદથી ચર્ચામાં આવેલા ભોલે બાબા અંગે દરરોજ મોટા-મોટા ખુલાસા થઈ રહ્યા છે. બાબાના વકીલે કહ્યું હતું કે, તેઓ ઘટના પહેલાં જ ત્યાંથી નીકળી ગયા હતા. જોકે તેઓ ઘટના બાદ નીકળ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. ગુરુવારે એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં બાબાના દાવાઓ પર આંગળી ચિંધાઈ રહી છે. આ વીડિયોમાં બાબાનો કાફલો જતો જોવા મળી રહ્યો છે. એવું કહેવાય છે કે, આ વીડિયો સત્સંગમાં મચેલી નાસભાગ બાદનો છે. જોકે હજુ આ વીડિયોની પુષ્ટી થઈ નથી.
સીસીટીવી ફૂટેજ બાદ બાબાના વકીલની પોલ ખુલી
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, પેટ્રેલ પંપની બહાર બાબાના સેવાદાર લાઈનમાં ઉભા છે અને ત્યારબાદ તેમનો કાફલો ત્યાંથી પસાર થઈ રહ્યોછે. આ કાફલો ‘ભોલે બાબા’નો હોવાનું કહેવાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, બાબાના વકીલે કહ્યું હતું કે, તેઓ ઘટના પહેલાં જ ત્યાંથી નીકળી ગયા હતા. આ વીડિયોમાં છેલ્લે સમય પણ દેખાઈ રહ્યો છે, જે બે જુલાઈ બપોરે 1.23 કલાકનો છે.
ભોલે બાબાની હવે પેપર લીક કેસમાં સંડોવણી! ધરપકડ કરાયેલા તલાટીને ત્યાં જ કરતા હતા 'સત્સંગ'
સત્સંગમાં ભાગદોડમાં 121થી વધુના મોત
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં બે જુલાઈના રોજ બાબાના સત્સંગ (Bhole Baba Satsang)માં થયેલી ભાગદોડમાં 121થી વધુ લોકોના મોત થયા છે. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ અકસ્માતમાં 150થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ પણ થયા છે. હોસ્પિટલમાં મૃતદેહો ખડકાયા છે. આ સત્સંગનું આયોજન જિલ્લાના ફુલરાઈ ગામમાં કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ દેશભરમાં હોબાળો મચી ગયો છે. આ ઘટના આખરે કેમ થઈ એ વિશે સતત નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ ઘટનામાં પોલીસે 17 લોકો સામે FIR નોંધીને તપાસ પણ શરૂ કરી છે, જ્યારે બાબા ભોલે ફરાર છે.
20 વર્ષ બાદ બાળક જન્મ્યો હતો અને નાસભાગમાં કચડાઈ ગયો', હાથરસની ઘટનાના પીડિત પિતાની વ્યથા
બાબાનું સાચું નામ સૂરજ પાલ, નોકરી છોડી સત્સંગ કરવા લાગ્યો
ઉત્તર પ્રદેશના હાથરસમાં જેમના સત્સંગ દરમિયાન નાસભાગ મચી ગઈ તે બાબાનું સાચું નામ સૂરજ પાલ છે. પોતાના ઉત્તર પ્રદેશમાં તેમણે દાવો કર્યો છે કે પહેલા તે પોલીસ ઈન્ટેલિજન્સ વિભાગમાં કામ કરતા હતા. બાદમાં નોકરી છોડીને સત્સંગ કરવા લાગ્યા. પ્રચાર ક્ષેત્રે આવ્યા પછી સૂરજપાલે પોતાનું નામ બદલીને સાકર વિશ્વ હરિ કરી દીધું હતું. જો કે લોકો તેમને ભોલે બાબા તરીકે પણ ઓળખે છે. પરંપરાગત કથાકારોથી વિપરીત, ભોલે બાબા થ્રી-પીસ સૂટમાં ઉપદેશ આપે છે. સત્સંગ દરમિયાન તેમની પત્ની પણ તેમની સાથે બેસે છે.
ભોલે બાબાના આશ્રમ પર પોલીસ મધ રાત્રે ત્રાટકી, ખાલી હાથે પરત, હાથરસ કાંડનો ગુનેગાર ક્યાં ગયો?