Get The App

VIDEO : ગાઝિયાબાદના માર્કેટમાં ભીષણ આગ, ઘટનાસ્થળે પહોંચી ફાયર બ્રિગેડની 11 ગાડીઓ

Updated: Feb 12th, 2025


Google NewsGoogle News
VIDEO : ગાઝિયાબાદના માર્કેટમાં ભીષણ આગ, ઘટનાસ્થળે પહોંચી ફાયર બ્રિગેડની 11 ગાડીઓ 1 - image


Uttar Pradesh News : ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના ટીલા મોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી ઘટના બની છે. અહીંના ભોપુલા વિસ્તારમાં લાલ ગેટ પાસે ફર્નીચર માર્કેટની એક દુકાનમાં ભીષણ આગ લાગી છે. ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા હડકંપ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 11 ગાડીઓ પહોંચી ગઈ છે.

ભયાનક આગ, અન્ય વિસ્તારમાંથી ફાયર બ્રિગેડ બોલાવાઈ

મળતા અહેવાલો મુજબ આજે વહેલી સવારે સાહિબાબાદ ફાયર સ્ટેશનને સૂચના મળી હતી કે, માર્કેટની એક દુકાનમાં ભીષણ આગ લાગી છે, ત્યારબાદ ફાયર વિભાગની 11 ગાડીઓ પહોંચી ગઈ છે. અહીં ચોકડી પાસે ભંગારના ગોડાઈનમાં અને લાકડીઓની દુકાનમાં આગ લાગી છે. આગ એટલી ભયાનક છએ કે, ગાઝિયાબાદથી ફાયર વિભાગની 9 અને ગૌતમબુદ્ધનગરમાંથી બે ગાડીઓ બોલાવવી પડી છે.

ભંગાર-લાકડીની દુકાનને કારણે આગ વિકરાળ બની

સીએફઓ ગાઝિયાબાદ રાહુલ પાલે કહ્યું કે, માર્કેટમાં લાકડી અને ભંગારનું ગોડાઉન હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ રહી હતી. અમે ચારેકોર પાઈપથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો. હાલ આગ પર કાબુ મેળવી લેવાયો છે અને હાલ આગની કૂલિંગનું કામ ચાલી રહ્યું છે. અનેક કલાકો સુધી મહેનત કર્યા બાદ આગ પર કાબુ મેળવાયો છે. હાલ આ ઘટનામાં કોઈપણ જાનહાનિ થઈ નથી, પરંતુ લાખો રૂપિયાનો સામાન બળીને ખાક થઈ ગયો છે. આગ લાગવાના કારણો હજુ સામે આવ્યા નથી, તેથી હાલ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો : અમેરિકાના પ્રવાસ પૂર્વે PM મોદીના વિમાન પર હુમલાની ધમકી, મુંબઈ પોલીસને આવ્યો કૉલ

આ પણ વાંચો : હું ક્યાંય ભાગ્યો નથી..' ધરપકડની લટકતી તલવાર વચ્ચે અમાનતુલ્લાહ ખાનનો કમિશનરને પત્ર


Google NewsGoogle News