માછલીઓના આધારકાર્ડ! ઓળખ માટે શરૂ કરાઈ વ્યવસ્થા, મત્સ્ય મંત્રીએ કર્યો ચોંકાવનારો દાવો
માછલીઓની ઓળખ માટે ખાસ વ્યવસ્થા કરાઈ
યુપીના કાનપુરમાં મંત્રી સંજય નિષાદે જાણકારી આપી
આધારકાર્ડ દેશના નાગરિકો માટે સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ ઓળખપત્ર છે. જેમાં 12 પોઈન્ટની એક વિશિષ્ટ સંખ્યા હોય છે. એવી જ રીતે માછલીઓની ઓળખ માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. કંઈક એવો જ દાવો મત્સ્ય મંત્રાલયના મંત્રી સંજય નિષાદે કર્યો છે.
યુપીના કાનપુરમાં મંત્રી સંજય નિષાદે જાણકારી આપી છે કે, હવે મત્સ્ય સંશોધન લખનૌમાં માણસોની જેમ માછલીઓના આધાર સંબંધી માહિતીની વ્યવસ્થા કરાઈ છે. જેના દ્વારા આ માહિતી મેળવી શકાશે કે, માછલી કઈ નદીની છે.
'આખા દેશમાં પહેલીવાર આવી વ્યવસ્થા કરાઈ'
મંત્રી સંજય નિષાદે ગંગા બૈરાજ સ્થિત અટલ ઘાટમાં એક લાખ માછલીઓના બચ્ચાઓને ગંગા નદીમાં છોડ્યા. તેમણે સવાલ કર્યો કે, માછલીઓ અને મત્સ્ય પાલનને વધારવા માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે, પરંતુ માછલીઓનો શિકાર કરનારા પણ સતત સક્રિય છે.
'માફિયા રાજને ખતમ કરી દેવાયું છે'
તેના પર તેમણે કહ્યું કે, આખા દેશમાં પહેલીવાર એવી વ્યવસ્થા કરાઈ છે, જેમાં આધાર કાર્ડ વાળી માછલીઓ ગંગા નદીમાં છોડવામાં આવી રહી છે. જે રીતે માણસોના આધાર કાર્ડ બને છે. તે રીતે માછલીઓની ઓળખ માટે આ કામ કરાયું છે.
તેમણે કહ્યું કે, મત્સ્ય પાલનને પ્રોત્સાહન આપવા અને નદી કિનારે રહેતા લોકોને રોજગાર મળી શકે, તેના માટે નાની-નાની સમિતિઓ બનાવાઈ છે. માફિયા રાજને ખતમ કરી દેવાયું છે. જે રીતે આ પહેલ શરૂ કરવામાં આવી રહી છે, આવનારા સમયમાં તેનાથી મંત્રાયલને મોટો ફાયદો થશે. લાખો લોકો જે નદી કિનારે રહે છે, તેને પણ રોજગાર મળી શકશે.