Get The App

Exit Poll : ઉત્તરપ્રદેશમાં ફરી યોગી સરકારની સંભાવના

Updated: Mar 7th, 2022


Google NewsGoogle News
Exit Poll : ઉત્તરપ્રદેશમાં ફરી યોગી સરકારની સંભાવના 1 - image


અમદાવાદ : મતદાન પૂર્ણ થયા પછી પાંચ રાજ્યોની વિધનાસભભા ચૂંટણી પછીના પરિણામોની આગાહી કરતા એક્ઝિટ પોલ શરૂ થઈ ગયા છે. આ પોલમાં ભારતીય જનર્તા પાર્ટીના દેશના સૌથી મહત્વના અને સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ફરી વખત સરકાર બનાવશે એવી આગાહી કરવામાં આવી છે.

મોટાભાગના એક્ઝિટ પોલ અનુસાર ભાજપને ગત ચૂંટણીની 312 બેઠકો કરતા ઓછી સીટ બતાવે છે પરંતુ 403 બેઠકો ધરાવતી વિધાનસભામાં 260થી 280 બેઠકો ઉપર વિજય મળશે તેવી આગાહી કરી રહ્યાં છે.

કોંગ્રેસ માટે આ એક્ઝિટ પોલ નિરાશાજનક છે કારણકે 40 વર્ષથી ઉત્તરપ્રદેશની સત્તાથી દૂર આ પાર્ટીને ગાંધી પરિવારના પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચારમાં ઉતર્યા પછી પણ 15થી વધારે બેઠકો મળશે. ગત ચૂંટણીમાં કોંગ્રેસને 7 બેઠકો મળી હતી.

2017માં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીને સફાયો થઈ ગયો હતો અને માત્ર 47 બેઠકો મળી હતી પરંતુ આ વખતે બેઠકમાં વધારો થાય. સંખ્યા ત્રણ આંકથી વધે તેવી આગાહી હોવા છતા હાથમાં સત્તા આવશે નહિ


Exit Poll Survey :

પંજાબમાં આપના ઝાડુથી કોંગ્રેસનો સફાયો...!

Exit Poll : મણિપુરમાં વાગશે ભાજપનો ડંકો

ઉત્તરાખંડના Exit Poll : બીજેપી-27, કોંગ્રેસ-32, AAPનું ખાતું ખુલવાની સંભાવના નહિ

Exit Poll : ગોવામાં બીજેપી-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ, અન્ય ભજવશે મહત્વનો રોલ







Google NewsGoogle News