ઉત્તરપ્રદેશ: મથુરામાં રેલવે પ્લેટફોર્મ પર જ ફરી વળી ટ્રેન, યાત્રીઓમાં નાસભાગ મચી, તપાસ હાથ ધરાઈ

આ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી

આ ટ્રેન શકુર બસ્તીથી આવે છે, ટ્રેનોની અવર-જવરને અસર થઈ

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
ઉત્તરપ્રદેશ: મથુરામાં રેલવે પ્લેટફોર્મ પર જ ફરી વળી ટ્રેન, યાત્રીઓમાં નાસભાગ મચી, તપાસ હાથ ધરાઈ 1 - image

image : Twitter

ઉત્તરપ્રદેશ (Uttarpradesh) ના મથુરા જંક્શન (Mathura Junction) પર મોડી રાતે એક ભયંકર ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. શકૂર બસ્તીથી આવતી એક ઈએમયુ ટ્રેન મથુરા રેલવે સ્ટેશન (Mathura Railway Station) ના પ્લેટફોર્મ પર ફરી વળી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. 

તમામ યાત્રીઓ સુરક્ષિત 

મથુરા સ્ટેશનના નિર્દેશક એસ.કે. શ્રીવાસ્તવે કહ્યું કે તમામ યાત્રીઓ પહેલાંથી જ ટ્રેનમાંથી ઊતરી ગયા હતા જેના લીધે મોટી જાનહાનિ ટળી ગઈ હતી. જોકે હજુ સુધી દુર્ઘટનાનું કારણ જાણી શકાયું નથી. તેમણે કહ્યું કે આ ટ્રેન શકુર બસ્તીથી આવે છે. ટ્રેન રાતે 10:49 વાગ્યે પહોંચી હતી. તમામ યાત્રીઓ ટ્રેનથી ઉતરી ગયા હતા. જોકે દુર્ઘટનાના સમયે પ્લેટફોર્મ પર હાજર યાત્રીઓમાં ફફડાટ મચી ગયો હતો.

તપાસ શરૂ કરાઈ 

આ મામલે સ્ટેશનના નિર્દેશકે કહ્યું કે અચાનક જ ટ્રેન પ્લેટફોર્મ પર ચઢી આવતાં નાસભાગ મચી ગઈ હતી. આ મામલે દુર્ઘટનાના કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. અપલાઈનમાં અમુક ટ્રેનોને અસર પણ થઇ હતી. હાલમાં ટ્રેનને પ્લેટફોર્મથી હટાવવાની કામગીરી ચાલી રહી છે. ટ્રેન હટાવ્યાં બાદ અપ લાઈનની ગાડીઓની અવર-જવર ફરી શરૂ થઇ શકશે. 


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.




Google NewsGoogle News