Get The App

ઉત્તર પ્રદેશમાં પહેલી જુલાઈથી ત્રણ નવા કાયદા લાગુ કરવા CM યોગી એક્શનમાં, અધિકારીઓ સાથે બેઠક યોગી આપ્યા નિર્દેશ

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
ઉત્તર પ્રદેશમાં પહેલી જુલાઈથી ત્રણ નવા કાયદા લાગુ કરવા CM યોગી એક્શનમાં, અધિકારીઓ સાથે બેઠક યોગી આપ્યા નિર્દેશ 1 - image


Three New Laws : ઉત્તર પ્રદેશ સહિત દેશભરમાં ત્રણ નવા ફોજદારી કાયદા - ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય કાયદોનો અમલ પહેલી જુલાઈથી શરૂ થવાનો છે. ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Uttar Pradesh CM Yogi Adityanath) આ કાયદો અંગે અધિકારીઓ બેઠક યોજી જરૂરી સમીક્ષા કરી છે. આ ઉપરાં તેમણે નવા કાયદા મુદ્દે કેટલાક નિર્દેશો પણ જારી કર્યા છે.

ત્રણ નવા કાયદા લાગુ કરવા CM યોગીની અધિકારીઓ સાથે બેઠક

મળતા અહેવાલો મુજબ આજે દિલ્હીમાં યોજાયેલી NDA બેઠક પૂર્ણ કરતા બાદ મુખ્યમંત્રી યોગી રાજ્યમાં પરત ફરતાની સાથે જ અધિકારીઓ સાથે બેઠક કરી હતી, જેમાં તેમણે પહેલી જુલાઈથી લાગુ થનારા ત્રણ નવા કાયદાઓની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે, આ કાયદાઓ મુદ્દે વહેલી તકે દરખાસ્તો તૈયાર કરવામાં આવે, ફોરેન્સિક નિષ્ણાંતો પણ તહેનાત કરવામાં આવે, જ્યાં જે પણ બાબતની જરૂર પડે તેની તેમને જાણ કરવામાં આવે. 

કાયદા માટે લાગતા-વળગતાઓને તાલીમ આપવાનો પણ નિર્દેશ

મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, નવા કાયદાઓનો અમલ કરવા માટે ડઝનેક નિયમો, માર્ગદર્શિકા, પ્રક્રિયા, સરકારી આદેશોમાં ફેરફાર કરવા પડશે. તેમણે અધિકારીઓને કહ્યું કે, આ કામ વિલંબ કર્યા વિના થવું જોઈએ. આ ઉપરાંત કોન્સ્ટેબલ, સબ-ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટર, પ્રોસિક્યુટર્સ, જેલ સ્ટાફ વગેરેની કાયદા અંગેની યોગ્ય તાલીમ 30 જૂન સુધીમાં પુરી કરી દેવામાં આવે. આ કાયદાઓ અંગે સામાન્ય જનતાને જાગૃત કરવામાં આવે.

પહેલી જુલાઈથી દેશભરમાં લાગુ થશે ત્રણ નવા કાયદા

ઉલ્લેખનીય છે કે, દેશમાં ત્રણ નવા ફોજદારી કાયદા - ભારતીય ન્યાય સંહિતા-2023 (Bharatiya Nyaya Sanhita-2023), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 (Bharatiya Nagarik Suraksha Sanhita-2023) અને ભારતીય સાક્ષ્ય કાયદો-2023 (Bharatiya Sakshya Sanhita-2023)નો અમલ પહેલી જુલાઈથી શરૂ થઈ જશે. આ ત્રણેય કાયદા બ્રિટિશ યુગના ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી 1860), ક્રિમિનલ પ્રોસિજર કોડ (સીઆપીસી) 1973 અને ઈન્ડિયન એવિડન્સ એક્ટ, 1872નું સ્થાન લેશે. આ ત્રણેય કાયદા ગયા વર્ષે 21 ડિસેમ્બરે સંસદમાં પસાર થઈ ગયા હતા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 25 ડિસેમ્બરે આ કાયદાઓ પર હસ્તાક્ષર કરીને તેમની મંજૂરી આપી દીધી હતી.

પહેલી જુલાઈથી દેશભરમાં લાગુ થશે ત્રણ નવા કાયદા

મુખ્યમંત્રીએ યાદ અપાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશ સમક્ષ પાંચ સંકલ્પો લીધા હતા. તેમાં એક સંકલ્પ હતો - ગુલામીની તમામ નિશાનીઓને દૂર કરવી. આ સંકલ્પોને પુરા કરવા માટે બ્રિટિશ યુગના ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી), ક્રિમિનલ પ્રોસિજર કોડ (સીઆપીસી) 1973 અને ઈન્ડિયન એવિડન્સ એક્ટ, 1872ની સ્થાને અમે ત્રણ કાયદાઓ પસાર કર્યા છે. ઉત્તર પ્રદેશ સહિત દેશભરમાં આ ત્રણેય નવા કાયદાઓ પહેલી જુલાઈથી લાગુ થઈ જશે.


Google NewsGoogle News