Get The App

શું યોગીના નિર્ણયના વિરોધમાં ભાજપનું સમર્થન પાછું ખેંચી શકે છે આ દિગ્ગજ નેતા? અટકળો તેજ

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
શું યોગીના નિર્ણયના વિરોધમાં ભાજપનું સમર્થન પાછું ખેંચી શકે છે આ દિગ્ગજ નેતા? અટકળો તેજ 1 - image


Uttar Pradesh Politics : ઉત્તર પ્રદેશના રાજકારણમાં વધુ એક ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. એનડીએના સાથી પક્ષ રાષ્ટ્રીય લોકદળ (RLD)ના અધ્યક્ષ જયંત ચૌધરીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરકારના નિર્ણયની આકરી ઝાટકણી કાઢી છે. ચૌધરીએ રાજ્યની ભાજપ સરકાર વિરુદ્ધમાં આપેલા નિવેદન બાદ  સમર્થન પરત ખેંચવાની અટકળો વહેતી થઈ છે. રાજ્યમાં 10 વિધાનસભા બેઠકો પર પેટા-ચૂંટણી યોજાવાની છે, ત્યારે તેમના આ નિવેદનને ચૂંટણીમાં નવી પોઝિશન ઉભી કરવાની તક તરીકે જોવામાં આવી રહી છે.

કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીએ યાગી સરકારની કાઢી ઝાટકણી

કેન્દ્રીય શિક્ષણ મંત્રી જયંત ચૌધરીએ કાવડ યાત્રાના માર્ગ પરની તમામ દુકાનો પર માલિકોના નામ લખવાના ઉત્તર પ્રદેશ સરકારના આદેશની ટીકા કરી, નિર્ણય પરત ખેંચવાની માંગ કરી છે. તેમણે એક પત્ર પરિષદમાં કહ્યું કે, ‘ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા બિલકુલ વિચાર્યા વગર આવો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે ક્યારેક સરકારમાં આવી બાબતો થતી હોય છે. કાવડ યાત્રામાં તમામ લોકો સેવા કરે છે. કોઈપણ લોકો કાવડની અને કાવડમાં સેવા કરનારાઓની ઓળખ ધર્મ અથવા જ્ઞાતિથી કરતા નથી. આવી બાબતોને ધર્મ અને જ્ઞાતિ સાથે ન જોડવો જોઈએ.’

શું યોગીના નિર્ણયના વિરોધમાં ભાજપનું સમર્થન પાછું ખેંચી શકે છે આ દિગ્ગજ નેતા? અટકળો તેજ 2 - image

‘શું હવે કુર્તા પર પણ નામ લખવાનું શરૂ કરીએ?’

ચૌધરીએ રાજ્ય સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ‘જો દરેક વ્યક્તિ પોતાની દુકાનો પર નામ લખશે, તો 'મેકડોનાલ્ડ' અને 'બર્ગર કિંગ' શું લખશે? બધા ક્યાં ક્યાં નામ લખશે. શું લોકો હવે કુર્તા પર પણ નામ લખવાનું શરૂ કરી દે?, જેથી લોકો જોઈને નિર્ણય કરી શકે કે, હાથ મિલાવીએ કે ગળે લગાવીએ...’

આ પણ વાંચો : મહારાષ્ટ્રની રાજનીતિના મોટા સમાચાર, શરદ પવાર અને શિંદે વચ્ચે મુલાકાત, જાણો શું થઇ ચર્ચા

જયંત ચૌધરીનું નિવેદન પેટા-ચૂંટણીની રણનીતિ?

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશની 10 વિધાનસભા બેઠકો પર પેટા-ચૂંટણી યોજાવાની છે, ત્યારે જયંત ચૌધરીના આ નિવેદનને ચૂંટણીની રણનીતિ તરીકે જોવામાં આવી રહી છે. જયંત ચૌધરીની પાર્ટીની વાત કરીએ તો લોકસભા ચૂંટણી પહેલા RLDનું સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન હતું અને જયંત ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષ હતા. જોકે લોકસભા ચૂંટણીના થોડા સમય પહેલા જ ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી તો જયંત ચૌધરી ભાવુક થઈ ગયા અને તેઓ એનડીએમાં જોડાઈ ગયા. એટલું જ નહીં એનડીએની ત્રીજી વખત સરકાર બન્યા બાદ તેમને કેન્દ્રીય મંત્રી પણ બનાવાયા અને તેમની પાર્ટીના નેતાઓને ઉત્તર પ્રદેશમાં મંત્રી પણ બનાવાયા. પરંતુ લોકસભા ચૂંટણીમાં ભાજપના ખરાબ પ્રદર્શન બાદ ખાસ કરીને પશ્ચિમ યુપીમાં રાજકીય પરિસ્થિતિ બદલાઈ રહી છે. તેનું કારણ એ પણ છે કે, પશ્ચિમ યુપીમાં જાટ અને મુસ્લિમો આરએલડીના પરંપરાગત મતદારો છે. 2013ના મુઝફ્ફરનગર રમખાણો બાદ આ વોટબેંક વેરવિખેર થઈ ગઈ હતી, પરંતુ 2022થી જયંત ચૌધરી ગુમાવેલું રાજકીય મેદાન પરત મેળવવામાં અમુક અંશે સફળ થયા છે. ચૌધરીએ યોગી સરકાર વિરુદ્ધ આજે જે નિવેદન આપ્યું છે, તે એ જ પૃષ્ઠભૂમિમાં આપ્યું છે.

આ પણ વાંચો : નીતિશ કુમારને સૌથી મોટો ઝટકો, મોદી સરકારનો બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા ઈનકાર


Google NewsGoogle News