હવે નહીં ચાલે બુલડોઝર, શિક્ષકોને ડિજિટલ હાજરીમાં પણ અપાઈ રાહતઃ યોગી સરકાર બેકફૂટ પર

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
Uttar Pradesh CM Yogi Adityanath


Two Big Decisions of Uttar Pradesh CM Yogi Adityanath : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના લોકોને 24 કલાકની અંદર બે મોટી રાહત આપી છે. તેમણે રાજ્યનાં સરકારી શિક્ષકોને ડિજિટલ એટેન્ડન્સ (Digital Attendance) કરવાનો તેમજ લખનઉના પંતનગરમાં ગેરકાયદે આશરે 1000 હજાર મકાનો પર બુલડોઝર (Demolish Illegal Houses) ચલાવવાનો આદેશ આપ્યા બાદ આ બંને નિર્ણયો પરત ખેંચ્યા છે. એવી ચર્ચાઓ છે કે, ભારે વિરોધ થવાના કારણે તેમજ દબાણના કારણે યોગી સરકાર બેકફૂટ પર આવી ગઈ છે અને છેવટે આ નિર્ણયો પરત ખેંચવા પડ્યા છે.

સરકારી શિક્ષકોને ડિજિટલ એટેન્ડન્સમાં બે મહિનાની રાહત

શિક્ષણ વિભાગના પ્રમુખ સચિવે આજે કહ્યું છે કે, ડિજિટલ એટેન્ડન્સનો આદેશ બે મહિના માટે પરત ખેંચવામાં આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, શિક્ષકોની સમસ્યા નિવારવા તેમજ તેમના મુદ્દાઓને સમજવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. શિક્ષકોના ભારે વિરોધ બાદ સરકારે આ નિર્ણય લીધો છે. શિક્ષકો યોગી સરકારના ડિજિટલ એટેન્ડન્સના નિર્ણયનો શરૂઆતથી વિરોધ કરી રહ્યા હતા.

આ પણ વાંચો : RSS માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને રાહત, કોર્ટે કહ્યું, ‘તેમને ઝડપી નિર્ણય મેળવવાનો અધિકાર’

નેટવર્ક જ નથી તો ઑનલાઈન હાજરી કેવી રીતે પુરીશું

શિક્ષકોનું કહેવું હતું કે, અમને ઑનલાઈન હાજરી ભરવામાં કોઈપણ સમસ્યા નથી, પરંતુ સ્કૂલોમાં નેટવર્ક જ નથી, તો ઑનલાઈન હાજરી કેવી રીતે ભરીશું. તેથી ડિજિટલ એટેન્ડન્સનો નિર્ણય યોગ્ય નથી. આ તમામ સમસ્યાઓ દુર કરવામાં આવ્યા બાદ અમે ઑનલાઈન હાજરી ભરવા માટે તૈયાર છીએ. ભારે વિરોધ બાદ સરકારે શિક્ષકોને કેટલીક છૂટછાટ આપી હતી, જોકે હવે સરકારે પોતાના નિર્ણયને બે મહિના સુધી સ્થગિત કરી દીધો છે.

1000 મકાનો પર બુલડોઝર ચલાવવાનો પણ નિર્ણય પરત ખેંચાયો

યુપી સરકારે લખનઉના કુકરૈલ નદી કિનારે 50 મીટરના અંતરમાં આવેલા મકાનો ગેરકાદેસર હોવાનું ધ્યાને લીધું છે. કુકરૈલ રિવરફ્રન્ટ પાસે રહીમનગર, ખુર્રમનગર, ઈન્દ્રપ્રસ્થનગર, પંતનગર અને અબરારનગરમાં લગભગ એક હજાર મકાનો છે. અહીં ગેરકાયદે મકાનો પર લાલ નિશાન કરવામાં આવ્યા હતા. આ મકાનો પર બુલડોઝર ચલાવાનું હતું. જોકે મકાનો તોડવાના નિર્ણયનો ભારે વિરોધ થયો. લોકોએ કહ્યું હતું કે, અમારી પાસે રજિસિટ્રીની નકલ છે, વીજળીનું બીલ છે, તો પછી અમારા મકાનો ગેરકાયદે કેવી રીતે થઈ ગયા? લોકોની સમસ્યા મુખ્યમંત્રી સુધી પહોંચ્યા બાદ યોગી આદિત્યનાથે તુરંત બેઠક યોજી અને બુલડોઝર ચલાવવાનો નિર્ણય પરત ખેંચ્યો.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી, જાણો લોકો કોને CM તરીકે જોવા માંગે છે, કયા ગઠબંધનને છે ટેકો?


Google NewsGoogle News