Get The App

‘...તો સરકારી કર્મીઓનો અટકશે પગાર-પ્રમોશન’ સંપત્તિ જાહેર ન કરવા મામલે યોગી સરકારનો કડક આદેશ

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
‘...તો સરકારી કર્મીઓનો અટકશે પગાર-પ્રમોશન’ સંપત્તિ જાહેર ન કરવા મામલે યોગી સરકારનો કડક આદેશ 1 - image


Uttar Pradesh Government Employee News : ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ (Uttar Pradesh CM Yogi Adityanath) સરકારે ભ્રષ્ટાચાર પર અંકુશ મુકવા માટે સરકારી કર્મચારીઓને લઈને કડક આદેશ બહાર પાડ્યો છે. આદેશ મુજબ હવે રાજ્યના તમામ સરકારી કર્ચમારીઓએ પોતાની તમામ સંપત્તિ જાહેર કરવાની રહેશે. કર્મચારીઓએ 31 ઓગસ્ટ સુધીમાં સંપત્તિની માહિતી આપવાની રહેશે. જો કોઈ કર્મચારી અંતિમ તારીખ સુધીમાં માહિતી ન આપે તો તેમને ઓગસ્ટ મહિનાનો પગાર અટકાવાશે. આ ઉપરાંત તેમના પ્રમોશનને પણ અસર પડશે. યોગી સરકારના આદેશ મુજબ સરકારી કર્મચારીઓએ ફરજીયાત સંપત્તિની વિગતો આપવાની રહેશે. આ આદેશનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી કર્મચારીઓની સંપત્તિની પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો અને ભ્રષ્ટાચારને અંકુશમાં લેવાનો છે.

યોગી સરકારનો તમામ વિભાગોને પત્ર

મળતા અહેવાલો મુજબ ઉત્તર પ્રદેશ સરકારના ચીફ સેક્રેટરીએ તમામ વિભાગોના વડાઓને એક પત્ર મોકલ્યો છે, જેમાં તમામ સરકારી કર્મચારીઓને પોતાની જંગમ સંપત્તિની માહિતી 31 ઓગસ્ટ સુધીમાં રજુ કરવા કહેવાયું છે. જો કર્મચારીઓ આ તારીખ સુધીમાં માહિતી ન આપે તો તેમનું પ્રમોશન અટકાવાશે અને ઓગસ્ટ મહિનાનો પગાર પણ જારી કરવામાં નહીં આવે. સરકારે અગાઉ પણ કર્મચારીઓને સંપત્તિ જાહેર કરવા માટે કહ્યું હતું, જોકે સંતોષકારક જવાબ ન મળતા સરકારે હવે કડક પગલું ભર્યું છે.

આ પણ વાંચો : PM મોદી જે દેશની મુલાકાતે છે, તે દેશના અનેક ઘરમાં થાય છે ગુજરાતના મહારાજાની પૂજા

માનવ સંપદા પોર્ટલ પર સંપત્તિની માહિતી આપવા આદેશ

ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યના તમામ કર્મચારીઓને પોતાની જંગમ સંપત્તિની વિગતો માનવ સંપદા પોર્ટલ (Manav Sampada Portal) પર નોંધવા માટે નિર્દેશ આપ્યો છે. આ પહેલા પણ આવો આદેશ અપાયો હતો, જેમાં સંપત્તિ નોંધાવવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર-2023 નિર્ધારિત કરાઈ હતી. જોકે પછી સમયગાળો વધારીને 30 જૂન-2024 કરાયો હતો. તેમ છતાં સંતોષકારક સ્થિતિ જોવા ન મળતા ફરી તારીખ લંબાવીને 31 જુલાઈ-2024 કરી દેવાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, સરકારે પોર્ટલ પર કર્મચારીઓની સંપત્તિની વિગતો જાહેર કરવાની તારીખ વારંવાર લંબાવવા છતાં ઓછા લોકોએ વિગતો નોંધાવી છે, જેના કારણે સરકારે હવે આ કડક આદેશ જાહેર કરવો પડ્યો છે.

આ પણ વાંચો : દુષ્કર્મની વધુ એક ઘટનાથી હોબાળો, બે મિત્રો સાથે મળી પ્રેમીનું જ પ્રેમિકા સાથે ગેંગરેપ, વીડિયો ઉતારી ધમકી આપી


Google NewsGoogle News