VIDEO: 'એક પૈસો રાજ્ય કે કેન્દ્ર સરકારે નથી આપ્યો, તમામ પૈસા દેશભરના રામભક્તોના છે', રામ મંદિર અંગે બોલ્યા CM યોગી
CM Yogi Adityanath on Ram Mandir : ઉત્તરપ્રદેશના અયોધ્યામાં ભવ્ય મંદિર બનીને તૈયાર થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ દેશ-વિદેશમાંથી મળેલા દાનના પૈસાથી રામલલાનું ઘર તૈયાર થઈ રહ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંદિર નિર્માણમાં લાગેલી રકમને લઈ મોટી વાત કરી છે. તેમણે આ સ્પષ્ટ કર્યું કે, મંદિર નિર્માણ માટે સરકાર અને રામભક્તો તરફથી કેટલા પૈસા મળ્યા?
મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું માર્ગદર્શન હતું, વિશ્વ હિન્દુ પરિષદનું નેતૃત્વ હતું અને આશીર્વાદ પૂજ્ય સંતોના હતા. આ આંદોલનમાં રામજન્મભૂમિમાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. તેમાં એક પૈસો સરકારે નથી આપ્યો અને ના કેન્દ્ર સરકારે. ના રાજ્ય સરકારે. મંદિરના કોઈ કામમાં નથી આપ્યો. આ તમામ પૈસા રામભક્તોએ દેશભરથી આપ્યા છે, દુનિયાભરથી આપ્યા છે.'
एक पाई सरकार ने नहीं दी है, न केंद्र की सरकार ने, न राज्य की सरकार ने, मंदिर के किसी काम में नहीं!
— Yogi Adityanath (@myogiadityanath) January 17, 2024
ये सारा पैसा रामभक्तों ने देश भर से दिया है, दुनिया भर से दिया है... pic.twitter.com/m6DOFSdI4t
તેમણે કહ્યું કે, 'એક-એક પૈસાનો હિસાબ રાખીને રામ જન્મભૂમિ ન્યાસ આ મંદિરનું નિર્માણ કાર્યને આગળ વધારી રહ્યા છે. હા, એટલું જ જરૂરી છે કે મંદિર પરિસરની બહાર અયોધ્યામાાં થઈ રહેલા નિર્માણ કાર્ય જેવા કે રેલવે સ્ટેશનનું કામ, એરપોર્ટનું નિર્માણ, રોડની પહોળાઈની પ્રક્રિયા, પાર્કિંગની સુવિધા. આ તમામ કામ સરકાર કરી રહી છે અને કામ સરકારની પોલિસી હેઠળ કરાઈ રહ્યું છે.'
યોગી આદિત્યનાથે કહ્યું કે, 'અમે શ્રીરામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો શ્રેય નથી લઈ રહ્યા. અમે તો તેમના સેવક બનીને જઈ રહ્યા છીએ. મંદિરનું આમંત્રણ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી સહિત સૌને મળ્યું છે. તેમણે રામ મંદિરમાં આવવાથી કોઈને નથી રોક્યા. તેઓ રામના સેવક બનીને આવે, જે રામના સેવક બનીને આવશે, તેમનું સ્વાગત્ છે. રામ મંદિર આંદોલનમાં અમે સૌ ખુબ પહેલાથી જોડાયેલા છીએ. તેમણે એમ પણ કહ્યું કે, રામ મંદિર આંદોલનના કારણે તેઓ સંન્યાસી છે.'
વધુમાં યોગી આદિત્યનાથે કહ્યું કે, 'અમે લોકો રામભક્ત અને રામના સેવક તરીકે મંદિરમાં હાજર રહીશું. અમને સૌભાગ્ય મળ્યું છે કે, અમે રામકાજમાં સહભાગી બની ગયા છીએ. જે કામને અનેક પેઢીઓ નથી જોઈ શકી, તે સમય 500 વર્ષ બાદ આવ્યો છે. રામ મંદિર માટે 3 લાખથી વધુ લોકો શહીદ થયા અને 76થી વધુ વખત સંઘર્ષ થયો. રામ મંદિર આંદોલનથી જોડાયેલા લોકો ગોરખપીઠ આવતા રહેતા હતા. આજે પરિણામ રૂપે રામ મંદિર સૌની સામે છે. મારા ગુરુ અને દાદા ગુરૂ આ આંદોલનમાં સામેલ થઈ રહ્યા. હવે હું આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનશ, આ મારું સૌભાગ્ય છે.'