VIDEO : વકીલોએ જાહેરમાં પોલીસ અધિકારીને દોડાવી દોડાવીને ફટકાર્યા, પોલીસકર્મીઓ જોતા રહી ગયા
સિવિલ કોર્ટના વકીલ સાથે દુર્વ્યવહાર કરવાની ફરિયાદ કરવા વકીલો SP ઓફિસ પહોંચ્યા હતા. અહીં વકીલો અને આરોપી પોલીસ અધિકારી વચ્ચે ઝપાઝપી થઈ હતી. ત્યારબાદ વકીલોએ કલેક્ટ્રેટ ચોક ઈન્ચાર્જ દુર્ગેશ સિંહને SP ઓફિસથી કલેક્ટ્રેટ પરિસરમાં દોડાવ્યા અને ફટકાર્યા હતા. જ્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસ ફોર્સે બંને પક્ષોને શાંત કર્યા. બાદમાં પોલીસ અધિકારીને SP ઓફિસમાં લઈ જવાયા હતા.
શું છે સમગ્ર મામલો?
સિવિલ કોર્ટના વકીલ રાજૂ કુમાર ભારતીનો એક જમીન વિવાદ ચાલી રહ્યો છે. આરોપ છે કે, બે દિવસ પહેલા વકીલના સામે વાળા પક્ષના કહેવા પર કલેક્ટ્રેટ ચોકી પ્રભારી અને ચોકી પર હાજર પોલીસકર્મીઓએ વકીલ રાજૂ કુમાર સાથે દુર્વ્યવહાર કરતા તેમને મેમો ફટકાર્યો હતો.
આ મામલે બુધવારે સિવિલ કોર્ટ બાર એસોસિએશનના મહામંત્રી રામરાજ ચૌધરીના નેતૃત્વમાં વકીલ ફરિયાદ કરવા માટે SP ઓફિસ પહોંચ્યા હતા. વકીલોની ભીડને જોતા પોલીસ અધિકારી મીનાએ ગેટની બહાર આવીને વકીલોની વાત સાંભળી અને કેસમાં તપાસ કરાવીને કાર્યવાહીનું આશ્વાસન આપ્યું. આ દરમિયાન પોલીસ અધિકારી દુર્ગેશ સિંહ પણ ત્યાં પહોંચી ગયા.
આરોપ છે કે, પોલીસ અધિકારી પહેલા ફરિયાદનો વિરોધ કર્યો, ત્યારબાદ ઝપાઝપી થઈ ગઈ. આ ઘર્ષણ શરૂ થયા બાદ ગુસ્સે ભરાયેલા વકીલોએ પોલીસ અધિકારીને દોડાવી દોડાવીને માર્યો. SP સોમેન્દ્ર કુમાર મીનાએ જણાવ્યું કે, કેસની તપાસ કરવામાં આવી રહી છે.