Get The App

યુપીના રાજકારણમાં ફરી હલચલ: કેશ્વર પ્રસાદ મૌર્યને હરાવનાર મહિલા નેતાએ યોગી સાથે કરી મુલાકાત

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
યુપીના રાજકારણમાં ફરી હલચલ: કેશ્વર પ્રસાદ મૌર્યને હરાવનાર મહિલા નેતાએ યોગી સાથે કરી મુલાકાત


CM Yogi Adityanath And Pallavi Patel Meeting : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પલ્લવી પટેલ સાથે મુલાકાત કરી છે. સીએમ યોગી આદિત્યનાથ સાથેની મુલાકાતમાં બંને વચ્ચે લગભગ 20 થી 25 મિનિટ સુધી ચર્ચા ચાલી હતી. પલ્લવીએ 2022ની વિધાનસભા ચૂંટણીમાં સિરાથૂથી કેશવ પ્રસાદ મોર્યાને હાર આપી હોવાથી આદિત્યનાથની તેમની સાથેની મુલાકાત ઘણી મહત્ત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. પલ્લવી કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલના બહેન છે. બીજી તરફ, અનુપ્રિયા પટેલે તાજેતરમાં સીએમ યોગી આદિત્યનાથને પત્ર લખીને OBC નિમણૂકોને લઈને સવાલો ઉઠાવ્યા હતા.

આ પણ વાંચો : 'મારા દાદા દેશ માટે શહીદ થયા છે કોંગ્રેસ માટે નહીં', લોકસભામાં સામસામે આવ્યા મંત્રી અને કોંગ્રેસ નેતા 

અપના દળ કમેરાવાડીના નેતા છે પલ્લવી પટેલ

પલ્લવી પટેલ અપના દળ કમેરાવાડીના નેતા છે. તેમણે સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરીને 2022ની વિધાનસભા ચૂંટણી લડ્યાં હતા. મળતી માહિતી પ્રમાણે, પલ્લવી પટેલ ગઈ કાલે (25 જુલાઈ) સાંજે આદિત્યનાથને મળ્યા હતા. જેમાં તેમની યોગી સાથે લગભગ 25 સુધી ચર્ચા ચાલી હતી.

આ પણ વાંચો : ત્રણ જ મહિનામાં દોસ્તી ખતમ, એકનાથ શિંદે સરકારથી રાજ ઠાકરે નારાજ; હવે ભાજપની મુશ્કેલીઓ વધારશે

AIMIM સાથે મળીને યુપીની લોકસભા બેઠકો પર ચૂંટણી લડ્યાં

ભાજપમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે સીએમ યોગી આદિત્યનાથ સાથેની પલ્લવી પટેલની મુલાકાતને લઈને ઉત્તર પ્રદેશમાં રાજકીય ખેંચતાણ થવાના એંધાણ વર્તાય રહ્યાં છે. બીજી તરક, પલ્લવી પટેલની પાર્ટીએ લોકસભા ચૂંટણી દરમિયાના સપા સાથે સંબંધો તોડી નાખ્યા હતાં. આ પછી, AIMIM સાથે મળીને યુપીની કેટલીક લોકસભા બેઠકો પર તેમની પાર્ટીના નેતા ચૂંટણી લડ્યા હતા.

યુપીના રાજકારણમાં ફરી હલચલ: કેશ્વર પ્રસાદ મૌર્યને હરાવનાર મહિલા નેતાએ યોગી સાથે કરી મુલાકાત 2 - image


Google NewsGoogle News