Get The App

ભાજપના કાર્યાલયમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું, ઉત્તરપ્રદેશના બલિયામાં કાર્યવાહી

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
ભાજપના કાર્યાલયમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું, ઉત્તરપ્રદેશના બલિયામાં કાર્યવાહી 1 - image


UP Bulldozer Action: ઉત્તર પ્રદેશના ઘણાં જિલ્લામાં દબાણ દૂર કરવા માટે બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન બલિયામાં ભાજપ કેમ્પ કાર્યાલય પર જ મંગળવારે બુલડોઝર ફરી ગયું હતું. નગર પાલિકાની ટીમે કાર્યાલય પર બુલડોઝર ચલાવી દીધું, કારણકે કથિત રીતે તેને પાલિકાની જમીન પર દબાણ કરીને બનાવવામાં આવ્યું હતું. 

ઉત્તર પ્રદેશમાં દબાણ હટાવો અભિયાન

નોંધનીય છે કે, ઉત્તરપ્રદેશમાં બલિયામાં નગર પાલિકા પરિષદ, જિલ્લા તંત્ર અને પોલીસની સંયુક્ત ટીમની દેખરેખમાં દબાણ હટાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. 

આ પણ વાંચોઃ 'વૃક્ષ માતા' તરીકે જાણીતા પદ્મશ્રી સન્માનિત તુલસી ગૌડાનું નિધન, વડાપ્રધાન મોદી પણ થયા દુઃખી

ભાજપ કાર્યાલય પર ફરી વળ્યું બુલડોઝર

સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દબાણ હટાવો અભિયાનની ટીમ ચિત્તુ પાંડે વિસ્તારના ઇન્દિરા માર્કેટ સ્થિત ભાજપ કેમ્પ કાર્યાલય પર પહોંચી અને બુલડોઝરથી કાર્યાલયને તોડી પાડવાનું કામ શરૂ કરી દીધું. SDM (Sub-Divisional Magistrate) રાજેશ કુમારે બુલડોઝરની કાર્યવાહીની પુષ્ટિ કરતા કહ્યું કે, દબાણને નિયમિત કાર્યવાહી હેઠળ દૂર કરવામાં આવી રહ્યું છે. 

બુલડોઝર એક્શન પર ભાજપનો વિરોધ

જોકે, તંત્રની આ કાર્યવાહીની સ્થાનિક ભાજપ નેતાઓએ ટીકા કરી છે. ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ સુરેન્દ્ર સિંહે આ કાર્યવાહીની ટીકા કરતાં કહ્યું કે, 'આ કાર્યાલય લગભગ ચાર દાયકાથી ત્યાં હાજર હતું. તંત્રએ અમારા કાર્યાલયને ખોટી રીતે નિશાનો બનાવ્યું છે. ADM (Additional District Magistrate) અને સિટી મેજિસ્ટ્રેટ દ્વારા ભ્રષ્ટાચાર અને અપ્રાણિકતાનું ખૂબ જ નિરાશાજનક કામ છે.'

આ પણ વાંચોઃ તમામ રાજ્યોમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે: અમિત શાહ

સંભલમાં પણ બુલડોઝર એક્શન

જણાવી દઈએ કે, સંભલમાં તંત્ર ગેરકાયદેસર રીતે કબ્જે કરેલી જમીન પર બુલડોઝરની કાર્યવાહી કરી રહ્યું છે. હકીકતમાં અહીં વીજળીની ચેકિંગ કરવા પહોંચેલી ટીમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, ત્યારબાદ દબાણ હટાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું. વીજળી ચેકિંગ દરમિયાન જ સંભલમાં 46 વર્ષથી બંધ પડેલું મંદિર મળ્યું. ત્યારબાદ તંત્રએ લોકોને કહ્યું કે, જેટલીસ, પણ જગ્યાએ દબાણ કરવામાં આવ્યું છે, તે જાતે હટાવી લો, નહીંતર બુલડોઝર એક્શન કરવામાં આવશે. 



Google NewsGoogle News