સૌથી મજબૂત રાજ્યમાં ભાજપમાં ‘અંદરોઅંદર ડખા’, કેન્દ્રીય નેતૃત્વ અને RSS ચિંતિત, હવે લેવો પડશે કડક નિર્ણય

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
સૌથી મજબૂત રાજ્યમાં ભાજપમાં ‘અંદરોઅંદર ડખા’, કેન્દ્રીય નેતૃત્વ અને RSS ચિંતિત, હવે લેવો પડશે કડક નિર્ણય 1 - image


Uttar Pradesh BJP Controversy : ભાજપ માટે એક સમયે ઉત્તર પ્રદેશ સૌથી મજબૂત રાજ્ય હતું, જોકે યુપી લોકસભા ચૂંટણી-2024ના પરિણામોમાં ભાજપને નુકસાન થયા બાદ પાર્ટીમાં ‘અંદરોઅંદર ડખા’ના સતત અહેવાલો ઉછળતા જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી સંબંધોમાં ખટાશ ઉભી થયા ભાજપ કેન્દ્રીય નેતૃત્વ સહિત આરએસએસે પણ ચિંતા વ્યક્ત કરી છે. RSSએ બંને નેતાઓ વચ્ચે સમાધાન કરવા માટે પણ પગલા ભર્યા છે. આ ઉપરાંત ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

મોર્યએ યોગી વિરુદ્ધ મોરચો ખોલતા વરિષ્ઠ નેતાઓની ચેતવણી

ઉત્તર પ્રદેશ લોકસભા ચૂંટણીમાં ભાજપના નબળા પ્રદર્શન બાદ યુપી ભાજપનાં મતભેદો જાહેરમાં ઉછળતાં ભાજપ (BJP)ના વરિષ્ઠ નેતાઓએ ચિંતા વ્યક્ત કરી છે. તો હાઈકમાન્ડ પણ રાજ્યના આંતરિક ડખા રોકવામાં નિષ્ફળ ગયા છે. નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય (Keshav Prasad Maurya)એ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) વિરુદ્ધ મોરચો ખોલ્યા બાદ કેટલાક વરિષ્ઠ નેતાઓ પણ ભડક્યા છે અને ચેતવણી આપી છે કે, ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રીના અધિકારીઓને નુકસાન પહોંચાડવું ભાજપ માટે સારા સંકેત નથી. આના કારણે અન્ય ભાજપ શાસિત રાજ્યોમાં પણ શિસ્તભંગની સ્થિતિ ઉભી થઈ શકે છે.

આ પણ વાંચો : સત્તા બચાવવા આ રાજ્યમાં ભાજપ પરિવારવાદનો લેશે સહારો! RSSની સલાહ વિપક્ષને આપશે 'મોકો'

આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને થઈ શકે છે નુકસાન

ભાજપના એક નેતાએ એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, ‘આગામી સમયમાં કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે, જોકે ઉત્તર પ્રદેશ ભાજપમાં આંતરિક ડખાની અસર ચૂંટણી રાજ્યોમાં પણ પડી શકે છે અને પાર્ટીને નુકસાન થઈ શકે છે.’ ઉલ્લેખનીય છે કે, આ વર્ષે મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ, જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, ત્યારે લોકસભા ચૂંટણીમાં ફટકો મળવાના કારણે તેમજ યુપીમાં નેતાઓમાં આંતરિક ડખાઓના કારણે ભાજપને નુકસાન થઈ શકે છે. તેથી ભાજપ હાઈકમાન્ડે રાજ્યની સ્થિતિ અને આગામી ચૂંટણીઓને ધ્યાને રાખી કડક નિર્ણય લેવાની જરૂર છે.

આ પણ વાંચો : બંગાળના ભાગલા પાડવા ભાજપ કેમ તત્પર? પગપેસારો કરવાની ચાલ સામે મમતા બેનર્જી પણ સજ્જ


Google NewsGoogle News