ભાજપ નેતાના દીકરાએ કર્યા ઓનલાઈન લગ્ન, પાકિસ્તાનની 'દુલ્હન' અને જોનપુરનો 'દુલ્હા'
BJP Corporator Son did Online Marriage with Pakistani Girl: ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાં એક અનોખા લગ્ન થયાં. અહીં ભાજપ નેતાના દીકરાએ પાકિસ્તાની યુવતી સાથે ઓનલાઈન નિકાહ કર્યાં. હકીકતમાં જૌનપુરમાં ભાજપ પાર્ષદ તહસીન શાહિદે પોતાના મોટા દીકરાના લગ્ન લાહોરમાં નક્કી કર્યા હતાં, પરંતુ વીઝા મળી ન હતાં શક્યાં. તેથી બંનેએ ઓનલાઇન નિકાહ કરી લીધાં.
જૌનપુર નગર નિગમના ભાજપ કોર્પોરેટર તહસીલન શાહિદે પોતાના મોટા દીકરા મોહમ્મદ અબ્બાસ હૈદરના લગ્ન પાકિસ્તાનમાં નક્કી કર્યાં હતાં. યુવતીનું નામ અંદલીપ ઝહરા છે અને તે લાહોરની રહેવાસી છે. મોહમ્મદ અબ્બાસે વીઝા માટે અરજી કરી હતી, પંરતુ બંને દેશોની વચ્ચે ચાલી રહેલાં રાજકીય તણાવના કારણે દુલ્હાને વીઝા મળી નહતાં શક્યાં.
આ પણ વાંચોઃ 'વધુમાં વધુ બાળકો પેદા કરો, ઈન્સેન્ટિવ આપીશું...' NDAના સૌથી મોટા સહયોગીની સલાહ
દુલ્હનની માતા થઈ ગઈ બીમાર
આ દરમિયાન દુલ્હનની માતા રાણા યાસ્મીન જૈદી બીમાર પડી ગઈ અને તેણે પાકિસ્તાનમાં જ આઈસીયુમાં ભરતી કરવામાં આવી. તેમનું સ્વાસ્થ્ય વધારે બગડી રહ્યું હતું અને આ પરિસ્થિતિુે જોતાં શાહિદે ઓનલાઇન નિકાહ કરવાનો નિર્ણય લીધો.
जौनपुर✴️
— Suresh Upadhyay (@AnnuUpadhyay20) October 19, 2024
BJP नेता के बेटे की शादी पाकिस्तानी लड़की से ऑनलाइन हुई.. pic.twitter.com/2U6u8j7Msu
આ પણ વાંચોઃ આદિવાસી દેશના પ્રથમ માલિક, ભાજપ તેમને વનવાસી કહે છે: રાહુલ ગાંધીનો પ્રહાર
શુક્રવારની રાતે શાહિદ 'બારાતીઓ' સાથે એક ઇમામવાડામાં એકઠો થયો અને ઓનલાઈન નિકાહમાં ભાગ લીધો. દુલ્હનના પરિવારે લાહોરથી સમારોહમાં ભાગ લીધો. શિયા ધાર્મિક નેતા મૌલાના મહેફૂઢુલ હસન ખાને જણાવ્યું કે, ઇસ્લામમાં નિકાહ માટે મહિલાની સંમતિ જરૂરી છે અને તે તેને મૌલાનાને જણાવે છે. ઓનલાઈન નિકાહ ત્યારે સંભવ છે, જ્યારે બંને પક્ષના મૌલાના એક સાથે સમારોહ આયોજીત કરી શકે.
હૈદરે આશા વ્યક્ત કરી છે કે, તેની પત્નીને કોઈ પરેશાની વિના ભારતીય વિઝા મળી જશે. ભાજપ કોર્પોરેટરના દીકરાના લગ્નમાં એમએલસી બ્રિજેશ સિંહ પ્રિશૂ અને અન્ય નેતા પણ સામેલ થયાં હતાં.