આઝમ ખાન મોટા નેતા છે, તેમને મુસ્લિમ હોવાની મળી સજા', કોર્ટના નિર્ણય પર દિગ્ગજ નેતાનું મોટું નિવેદન

આઝમ ખાન, તંજીમ ફાતિમા, અબ્દુલ્લા આઝમને કોર્ટે સજા સંભળાવતા SP નેતા અખિલેશ યાદવે BJP પર સાંધ્યુ નિશાન

અખિલેશ યાદવે કહ્યું, આઝમ ખાન વિરુદ્ધ મોટું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે, આ બધુ ષડયંત્રના કારણે થઈ રહ્યું છે

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
આઝમ ખાન મોટા નેતા છે, તેમને મુસ્લિમ હોવાની મળી સજા', કોર્ટના નિર્ણય પર દિગ્ગજ નેતાનું મોટું નિવેદન 1 - image

અલાહાબાદ, તા.18 ઓક્ટોબર-2023, બુધવાર

રામપુર (MP-MLA) કોર્ટ દ્વારા નકલી જન્મ પ્રમાણપત્ર કેસ (Fake Birth Certificate Case)માં સમાજવાદી પાર્ટી (Samajwadi Party)ના નેતા આઝમ ખાન (Azam Khan), તેમની પત્ની તંજીમ ફાતિમા તેમજ પુત્ર અબ્દુલ્લા આજમને સાત-સાત વર્ષની સજા સંભળાવાયા બાદ ઉત્તરપ્રદેશના રાજકારણમાં હડકંપ મચી ગયો છે. આ મામલે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે (Akhilesh Yadav) મોટું નિવેદન આપ્યું છે. 

‘આઝમ ખાન બીજા ધર્મ છે, તેથી અન્યાય થઈ રહ્યો છે’

અખિલેશ યાદવે કહ્યું કે, આઝમ ખાન બીજા ધર્મ છે, તેથી અન્યાય થઈ રહ્યો છે. તેમના વિરુદ્ધ કાવતરું ઘડવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, આઝમ ખાન મુસ્લિમ હોવાથી આવી સજાનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, રામપુર એમપી-એમએલએ મેજિસ્ટ્રેટ શોભિત બંસની કોર્ટે 2019ના નકલી જન્મ પ્રમાણપત્રના કેસમાં આઝમ ખાન, તંજીમ ફાતિમા અને અબ્દુલ્લા આઝમને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે ત્રણેયને સાત-સાત વર્ષની સજા જાહેર કરી છે.

મુસલમાન હોવાથી મળી સજા : અખિલેશ યાદવ

અખિલેશ યાદવે કહ્યું કે, આઝમ ખાન વિરુદ્ધ મોટું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. આ બધુ ષડયંત્રના કારણે થઈ રહ્યું છે. આઝમ ખાનનો અન્ય ધર્મ હોવાથી અન્યાય થઈ રહ્યો છે. તેમણે યુનિવર્સિટી બનાવી દીધી હોવાના કારણે પણ અન્યાય થઈ રહ્યો છે.

અખિલેશ યાદવે આઝમ ખાનની સજા અંગે BJP પર પ્રહારો કરતા કહ્યું કે, ભાજપ ઈચ્છે છે કે, કોઈપણ સારુ કામ ન કરે, જ્યાં જાતિ તરફ ધર્મની નફરત ફેલાવવાની છે, ફેલાવો, માત્ર કામ ન કરો... ઉલ્લેખનિય છે કે, જાન્યુઆરી 2019માં ભાજપના ધારાસભ્ય આકાશ સક્સેનાએ રામપુરની ગંજ પોલીસ સ્ટેશનમાં એક એફઆઈઆર નોંધાવી હતી, જેમાં ભાજપ ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો કે, આઝમ ખાન અને તેમની પત્નીએ પોતાના પુત્રના 2 નકલી જન્મ પ્રમાણપત્ર હાંસલ કર્યા છે. એફઆઈઆરમાં એક જન્મ સર્ટિફિકેટ લખનઉનું અને બીજું રામપુરથી મેળવ્યું હોવાનો આરોપ લગાવાયો હતો.


Google NewsGoogle News