રામ મંદિર અને યુપીના CM યોગીને બોમ્બથી ઉડાવી દેવાનો ઇ-મેલ, પોલીસ દોડતી થઈ

ભારતીય કિસાન મંચના રાષ્ટ્ર અધ્યક્ષને ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો

ધમકી મોકલનારે પોતે આઈએસઆઈનો હોવાનું કહ્યું

Updated: Dec 31st, 2023


Google NewsGoogle News
રામ મંદિર અને યુપીના CM યોગીને બોમ્બથી ઉડાવી દેવાનો ઇ-મેલ, પોલીસ દોડતી થઈ 1 - image

નવી દિલ્હી, તા.31 નવેમ્બર-2023, રવિવાર

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના અયોધ્યા (Ayoghya)માં ભગવાન શ્રી રામના ભવ્યાતિભવ્ય બની રહેલા મંદિર (Shree Ram Temple)ની ઉજવણીની તડામાર તૈયારીઓ વચ્ચે ભારતીય કિસાન મંચના રાષ્ટ્ર અધ્યક્ષને ધમકીભર્યો ઈ-મેઈલ (Threat Email) મળ્યો છે, જેમાં શ્રીરામ મંદિર, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) અને STFના વડાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. દેવેન્દ્રને પણ મારવાની ધમકી અપાઈ છે. ઈ-મેઈલ મોકલનારે પોતાને ISIનો હોવાનું કહી રહ્યો છે. આ મામલે ઉત્તરપ્રદેશ પોલીસમાં FIR નોંધાયા બાદ પોલીસ અને ATSએ તપાસ શરૂ કરી દીધી છે. ઈ-મેઈલ મોકલનારને ટ્રેસ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

‘તમામને મોટા બોમ્બથી ઉડાવી દેવાશે’

ઉત્તરપ્રદેશ-112માં તૈનાત ઈન્સ્પેક્ટર સહેન્દ્ર કુમારે ધમકીભર્યા ઈ-મેઈલની એફઆઈઆઈ નોંધી છે. તેમાં જણાવાયું છે કે, દેવેન્દ્ર તિવારીએ યુપી-112ને એક્સ (ટ્વિટર) પર ફરિયાદ ટેગ કરી હતી. તેમાં જણાવાયું છે કે, તેમને ISISના જુબેર ખાને તેમને 27 ડિસેમ્બરે સાંજે 7.37 કલાકે ઈ-મેઈલ મોકલ્યો હતો. ઈ-મેઈલમાં કહેવાયું છે કે, સીએમ યોગી, એટીએફ ચીફ અમિતા યશે જીવવાનું હરામ કરી દીધું છે. તમે (દેવેન્દ્ર તિવારી) પણ મોટા ગૌ સેવક બન્યા છો, તેથી તમામને મોટા બોમ્બથી ઉડાવી દેવાશે. અયોધ્યાના શ્રીરામ મંદિરને પણ ઉડાવીશું, આઈએસઆઈ આની જવાબદારી લઈ રહ્યું છે.


Google NewsGoogle News