Get The App

અયોધ્યામાં નિર્માણાધીન રામમંદિરની લેટેસ્ટ તસવીરો, સ્તંભ પર જોવા મળ્યું આકર્ષક નક્શીકામ

રામજન્મ ભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આજે જ આ તસવીરો શેર કરી હતી

તેમાં મંદિરની અંદર બનાવાયેલા સ્તંભ પર કરવામાં આવી રહેલા સુંદર કોતરણી કામને જોઈ શકાય છે

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
અયોધ્યામાં નિર્માણાધીન રામમંદિરની લેટેસ્ટ તસવીરો, સ્તંભ પર જોવા મળ્યું આકર્ષક નક્શીકામ 1 - image

image : Twitter


ઉત્તરપ્રદેશના અયોધ્યામાં નિર્માણ પામી રહેલા ભવ્ય રામમંદિરની આકર્ષક તસવીરો સામે આવી છે જેમાં રામમંદિરના સ્તંભ પર કરવામાં આવી રહેલા ભવ્ય નક્શીકામને જોઈ શકાય છે. રામજન્મ ભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આજે જ આ તસવીરો શેર કરી હતી. તેમાં મંદિરની અંદર બનાવાયેલા સ્તંભ પર કરવામાં આવી રહેલા સુંદર કોતરણી કામને જોઈ શકાય છે. 

અગાઉ પણ આવી ભવ્ય તસવીરો શેર કરી હતી 

માહિતી અનુસાર ચંપત રાયે રામમંદિરની આવી ભવ્ય તસવીરો અગાઉ પણ શેર કરી હતી. આ તસવીરને જોઈ લાગે છે કે જાણે તે મંદિરનો દરવાજો હોય જેના પર હાથીની મૂર્તિ કોતરવામાં આવી છે. શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અનેકવાર તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રામમંદિરની તસવીરો શેર કરતા રહે છે. 

મંદિરની ભવ્યતાનો અંદાજ આવી જશે 

ચંપત રાય દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો પરથી તમને મંદિરની ભવ્યતા વિશે અંદાજ આવી જશે. રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. હવે રામમંદિરનું પ્રારૂપ પણ સ્પષ્ટ દેખાવા લાગ્યું છે. રામમંદિરમાં ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા આગામી વર્ષે જાન્યુઆરીમાં પીએમ મોદીના હસ્તે થશે. જેની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ચૂકી છે. 


Google NewsGoogle News