Get The App

મહાકુંભમાં હેલિકોપ્ટરથી ફૂલવર્ષામાં વિલંબ, એવિયેશન કંપનીના CEO અને પાઈલટ સામે FIR

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
મહાકુંભમાં હેલિકોપ્ટરથી ફૂલવર્ષામાં વિલંબ, એવિયેશન કંપનીના CEO અને પાઈલટ સામે FIR 1 - image


MahaKumbh 2025: પ્રયાગરાજ મહાકુંભમાં યોગી સરકાર દ્વારા શ્રદ્ધાળુઓ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. મહાકુંભમાં આવનારા લોકો પણ તેના વખાણ કરી રહ્યા છે. પરંતુ, પૌષ પૂર્ણમાના શાહી સ્નાન પર્વ પર સમયસર શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા નહતી થઈ શકી. જોકે, આ મામલે હવે યુપી સરકારે કડક વલણ અપનાવ્યું છે. ઉડ્ડયન વિભાગ દ્વારા કંપનીના સીઈઓ, પાયલટ સહિત ત્રણ લોકો પર FIR દાખલ કરવામાં આવી છે. 

મહાકુંભમાં હેલિકોપ્ટરથી ફૂલવર્ષામાં વિલંબ, એવિયેશન કંપનીના CEO અને પાઈલટ સામે FIR 2 - image

આ પણ વાંચોઃ મહાકુંભમાં 128 વર્ષના સ્વામી શિવાનંદ આકર્ષણનું કેન્દ્ર, 100 વર્ષમાં તમામ કુંભમાં ભાગ લઈ ચૂક્યા

ફૂલવર્ષામાં વિલંબના કારણે નોંધાવી ફરિયાદ

ઉત્તર પ્રદેશના ઉડ્ડયન વિભાગના ઓપરેશનલ મેનેજર કે. પી. રમેશે  મહાકુંભ નગર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવી છે. ઉડ્ડયન વિભાગે દાખલ ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો કે, કંપનીએ કોઈ સૂચન વિના જ હેલિકોપ્ટરને અયોધ્યા મોકલી દીધા હતાં, જેના કારણે મહાકુંભમાં શ્રદ્ધાળુઓ પર સમયાંતરે પુષ્પવર્ષા ન થઈ શકી. પોલીસે હેલિકોપ્ટર કંપનીના સીઈઓ રોહિત માથુર, પાયલટ કેપ્ટન પુનીત ખન્ના અને ઓપરેટર મેનેજમેન્ટ સામે ગંભીર ધારાઓ હેઠળ FIR દાખલ કર્યો છે. 

મહાકુંભમાં હેલિકોપ્ટરથી ફૂલવર્ષામાં વિલંબ, એવિયેશન કંપનીના CEO અને પાઈલટ સામે FIR 3 - image

આ પણ વાંચોઃ મહાકુંભમાં 'કાંટે વાલે બાબા' ને જોઈ ચોંક્યા ભક્તો, 50 વર્ષથી કાંટાના ઢગલા પર કરે છે તપસ્યા?

મહાકુંભ પોલીસે હાથ ધરી તપાસ

નોંધનીય છે કે, યોગી સરકારે મહાકુંભમાં શ્રદ્ધાળુઓ પર પુષ્પવર્ષાનો નિર્ણય લીધો હતો. જેમાં એમ. એ હેરિટેજ એવિએશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીને પૌષ પૂર્ણિમાના દિવસે સવારથી જ પુષ્પવર્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ, કોઈ સૂચના વિના હેલિકોપ્ટરને અયોધ્યા મોકલી દેવાયુ હતું. જેના કારણે શ્રદ્ધાળુઓ પર ફૂલોનો વરસાદ ન થઈ શક્યો. તેમ છતાં બીજુ હેલિકોપ્ટર બોલાવવામાં આવ્યું અને સાંજે 4 વાગ્યાની આસપાસ ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો. હાલ, ગુનો નોંધાયા બાદ મહાકુંભ પોલીસે આ વિશે તપાસ હાથ ધરી છે. 



Google NewsGoogle News