Get The App

'AAPનું સમર્થન પણ એનો મતલબ એ નથી કે..' I.N.D.I.A. અંગે અખિલેશના નિવેદનથી કોંગ્રેસ ખુશ!

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
'AAPનું સમર્થન પણ એનો મતલબ એ નથી કે..' I.N.D.I.A. અંગે અખિલેશના નિવેદનથી કોંગ્રેસ ખુશ! 1 - image


Uttar Pradesh News: સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ગુરુવારે (16મી જાન્યુઆરી) દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ટેકો આપવાની અને તેમની સાથે સ્ટેજ શેર કરવાની જાહેરાત કર્યા પછી ગઠબંધનના ભવિષ્ય અંગેની અટકળોનો અંત લાવ્યો. તેમણે સ્પષ્ટતા કરી કે AAPને ટેકો આપવાનો અર્થ કોંગ્રેસનો વિરોધ કરવાનો નથી.

સપા નેતા અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, 'જે કોઈ પણ ભાજપને હરાવવાની સ્થિતિમાં હશે તેને ત્યાં સમર્થન આપવામાં આવશે. આ અમારી રણનીતિ હતી કે જ્યાં પણ પ્રાદેશિક પક્ષ મજબૂત હશે, તેમની સાથે ઊભા રહેવું પડશે.' મિલ્કીપુર વિધાનસભા પેટાચૂંટણી પહેલા, તેમણે ફરી એકવાર લખનઉમાં તેમના પક્ષના મુખ્યાલયમાં અયોધ્યાના ખેડૂતોને મળ્યા અને જમીન સંપાદન દરમિયાન તેમની હેરાનગતિનો મુદ્દો ઊઠાવ્યો.

આ પણ વાંચો: મોડી રાતે રાહુલ ગાંધી AIIMS પહોંચ્યા, કડકડતી ઠંડી વચ્ચે ફૂટપાથ પર સૂતા દર્દીના પરિજનોને મળ્યાં


દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સપા AAP ને સમર્થન આપશે

સાતમી જાન્યુઆરીના રોજ સપાના વડાએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAPને ટેકો આપવાની અને તેમની સાથે ચૂંટણી પ્લેટફોર્મ શેર કરવાની જાહેરાત કરી હતી. અખિલેશ યાદવના નિર્ણયને સપા અને કોંગ્રેસ વચ્ચે વધતા અંતર સાથે જોડવામાં આવી રહ્યો હતો. વર્ષ 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી બંને પક્ષો સાથે મળીને લડશે તેવી અટકળો પણ તેજ થઈ ગઈ હતી.

મિલ્કીપુર પેટા ચૂંટણીમાં કોંગ્રેસે સપાને ટેકો આપ્યો

ઉત્તર પ્રદેશની મિલ્કીપુર બઠક પર પેટા ચૂંટણીમાં કોંગ્રેસે સપાને ટેકો આપ્યો છે. મિલ્કીપુર પેટા ચૂંટણીમાં, સપા પ્રમુખે પછાત, દલિત, લઘુમતી (PDA) કાર્ડ રમતી વખતે, ત્યાંના ખેડૂતોની જમીન બળજબરીથી સંપાદનનો મુદ્દો ઉઠાવીને સ્થાનિક મુદ્દાને વધુ મહત્ત્વ આપ્યું. ગુજરાતમાંથી ભાજપના ઉમેદવારને ટિકિટ મળી હોવાનું કહીને, અખિલેશે ચૂંટણીને સ્થાનિક વિરુદ્ધ બહારના વ્યક્તિ તરીકે વર્ણવી.

'AAPનું સમર્થન પણ એનો મતલબ એ નથી કે..' I.N.D.I.A. અંગે અખિલેશના નિવેદનથી કોંગ્રેસ ખુશ! 2 - image


Google NewsGoogle News