VIDEO: યુપીમાં મંત્રીના કાફલાને નડ્યો અકસ્માત, વાહન પલટી જતાં 5 મહિલા સહિત 6ને ઈજા
Uttar Pradesh Accident : ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી અને નિષાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર સંજય નિષાદના કાફલાને ભયંકર અકસ્માત નડ્યો છે. તેમના કાફલામાં સામેલ એક વાહને પશુને બચાવવાનો પ્રયાસ કરતા વાહન ખાડામાં પલટી ગયું છે. આ ઘટનામાં વાહનમાં સવાર ચાર મહિલા કાર્યકર્તાઓ સહિત પાંચ કાર્યકર્તાઓને ઈજા થઈ છે. મળતા અહેવાલો મુજબ કેબિનેટ મંત્રીનો કાફલો મંગળવારે રાત્રે બલિયા જિલ્લાના ખેજુરી પોલીસ સ્ટેશન વિસ્તારના જનુઆન ગામ પાસે થયો હતો, આ દરમિયાન આ ઘટના બની છે.
કાફલો બલિયા જઈ રહ્યો હતો, ત્યારે દુર્ઘટના સર્જાઈ
કેબિનેટ મંત્રી સંજય નિષાદે કહ્યું કે, ‘મારી પાર્ટી દ્વારા ગઈકાલે બંધારણ અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સામેલ થવા માટે હું કાફલા સાથે બલિયા આવી રહ્યો હતો. આ દરમિયાન ખેજુરી પોલીસ સ્ટેશન વિસ્તારના જનુઆન ગામ પાસે મારા કાફલાનું એક વાહને પશુને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે ડ્રાઈવરે વાહન પર કાબુ ગુમાવતા ખાડીમાં પલટી ગયું હતું.’
ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
તેમણે કહ્યું કે, ‘આ દુર્ઘટનામાં રાકેશ નિષાદ, રામરતી, ઉષા, ગીતા અને ઈરાવતી નિષાદને ઈજા થઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ અને વહિવટી અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.’