દિલ્હી: ફિલ્મ 'Special 26' જોઈને અપહરણ અને ખંડણીનો બનાવતો હતો પ્લાન, પોલીસે 3 વર્ષ બાદ આરોપીની કરી ધરપકડ

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
દિલ્હી: ફિલ્મ 'Special 26' જોઈને અપહરણ અને ખંડણીનો બનાવતો હતો પ્લાન, પોલીસે 3 વર્ષ બાદ આરોપીની કરી ધરપકડ 1 - image

Image Source: Freepik

- પોલીસે આ મામલે રામતેજ કનૌજિયાને ભાગેડુ ઘોષિત કર્યો હતો

નવી દિલ્હી, તા. 20 સપ્ટેમ્બર 2023, બુધવાર

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે એક વ્યક્તિનું અપહરણ કરીને 5 લાખ રૂપિયાની ખંડણી કરવા બદલ એક ઠગની ધરપકડ કરી છે જે બોલિવૂડ ફિલ્મ 'સ્પેશિયલ 26'થી પ્રેરિત છે. એક અધિકારીએ બુધવારે આ જાણકારી આપી હતી. આરોપીની ઓળખ ઓખલાના રહેવાસી રામતેજ કનૌજિયા તરીકે થઈ છે.  જેણે તેના સહયોગીઓ સાથે મળીને ચંદીગઢ પોલીસના સાયબર ક્રાઈમ ઓફિસર જણાવી એક વ્યક્તિનું અપહરણ કર્યું હતું. તે છેલ્લા ત્રણ વર્ષથી ધરપકડથી બચી રહ્યો હતો.

સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ) રવિન્દ્ર સિંહ યાદવે જણાવ્યું કે, વિશેષ સૂચના મળી હતી કે, મંડાવલી પોલીસ સ્ટેશનના એક સનસનીખેજ અપહરણ મામલે વોન્ટેડ કિડનેપર રામતેજ કનૌજિયા હરકેશ નગર વિસ્તારમાં છુપાયેલો છે. પ્રાપ્ત સૂચના પર કાર્યવાહી કરતા એક પોલીસ ટીમને ઘટના સ્થળ પરથી કનૌજિયાને પકડવામાં સફળતા મળી હતી. ત્યારબાદ પૂછપરછ દરમિયાન કનૌજિયાએ મંડાવલી પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ એક મામલે પોતાની સંડોવણી સ્વીકારી હતી. 

સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસે જણાવ્યું કે, તેમણે આગળ ખુલાસો કર્યો કે, તેણે પોતાના સાથીઓ સાથે મળીને પાંડવ નગરથી એક વ્યક્તિનું અપહરણ કર્યું હતું અને પીડિતના સબંધીઓ પરથી ખંડણીની વસૂલાત કરી હતી. રામતેજ કનૌજિયાના બેંક અકાઉન્ટમાં 2.5 લાખ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. આ અગાઉ તપાસમાં કનૌજિયાના સહયોગીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી પરંતુ તે ધરપકડથી બચવામાં સફળ રહ્યો હતો. ત્યારબાદ તેને આ મામલે ભાગેડુ ઘોષિત કરવામાં આવ્યો હતો.

રામતેજ કનૌજિયાએ 2011માં ઈલેક્ટ્રિશિયન તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી અને બાદમાં ફોન ટેકનિશિયન તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. તે 2020માં રાહુલ નામના વ્યક્તિ સાથે સંપર્કમાં આવ્યો અને ખંડણી માટે અપહરણમાં સામેલ થઈ ગયો.



Google NewsGoogle News