US Student Visa : સ્ટુડન્ટ વિઝા પર દર 4માંથી 1 ભારતીય, 3 મહિનાના આ આંકડા ચોંકાવનારા

ભારત અને અમેરિકા અત્યારે એકબીજાના મજબૂત ભાગીદાર છે

G20 દરમ્યાન PM નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની બેઠક દરમિયાન, શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ કરારો થયા હતા

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
US Student Visa : સ્ટુડન્ટ વિઝા પર દર 4માંથી 1 ભારતીય, 3 મહિનાના આ આંકડા ચોંકાવનારા 1 - image


Indians US Student Visa Rate : અમેરિકાએ છેલ્લા ત્રણ મહિના દરમ્યાન ભારતના 90 હજાર વિદ્યાર્થીઓને અમેરિકાના વિઝા આપ્યા છે. આ માહિતી ભારતમાં અમેરિકાના રાજદૂત દ્વારા આપવામાં આવી છે. તેમણે કહ્યું કે આ ઉનાળામાં રેકોર્ડ થયેલી  સંખ્યામાં સ્ટુડન્ટ વિઝા જારી કરવામાં આવ્યા છે, જે શિક્ષણ ક્ષેત્રે બંને દેશો વચ્ચેના આદાન-પ્રદાનની દ્રષ્ટિએ એક ઐતિહાસિક સીમાચિહ્ન સમાન છે. ભારત હાલમાં USA માં 20 ટકાથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરે છે.

ચાર માંથી એક સ્ટુડન્ટ વિઝા ભારતમાં જારી

ભારતના અમેરિકી રાજદૂતે તેમના ટ્વીટર એકાઉન્ટ પર આ બાબત જણાવતા કહ્યું હતું કે, આ ઉનાળામાં દુનિયાભર માંથી લગભગ ચાર માંથી એક સ્ટુડન્ટ વિઝા ભારતમાં જારી કરવામાં આવ્યા છે. તે બધા વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભકામનાઓ જેમને તેમના ઉચ્ચ અભ્યાસના લક્ષ્યોને સાકાર કરવા માટે અમેરિકાને પસંદ કર્યું. ટીમવર્ક અને નવીનતા સાથે, અમે સુનિશ્ચિત કર્યું કે તમામ યોગ્ય અરજદારોને સમયસર વિઝા મળી શકે.  

શિક્ષા ક્ષેત્રે ભારત અને અમેરિકાનો કરાર

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને PM નરેન્દ્ર મોદી ભારતમાં આયોજિત G20 સમિટ દરમિયાન મળ્યા હતા. આ સમય દરમિયાન, બંને દેશો વચ્ચે શિક્ષણ ક્ષેત્રમાં ભાગીદારી માટે એક સમજૂતી કરાર (MOU) પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વર્તમાન વર્ષમાં બે લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અમેરિકા ગયા છે.

ગયા વર્ષે 1,25,000 ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપવામાં આવ્યા

ભારતમાં કોન્સ્યુલર બાબતોના કાર્યકારી US સેક્રેટરી બ્રેન્ડન મુલાર્કીએ જૂનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગયા વર્ષે, રેકોર્ડબ્રેક 1,25,000 ભારતીયોને સ્ટુડન્ટ વિઝા આપવામાં આવ્યા હતા, જે અન્ય કોઈપણ દેશ કરતા વધુ છે. આ વર્ષે જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં જ અમેરિકામાં ભણવા માંગતા 90 હજાર વિદ્યાર્થીઓને વિઝા આપવામાં આવ્યા હતા.



બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 

 


Google NewsGoogle News