ડોનાલ્ડ ટ્રમ્પની જીત પર સચિન પાયલટનું મોટું નિવેદન, કહ્યું- ‘ભલે સરકાર કોઈપણ હોય, પરંતુ...’
Sachin Pilot On India-US Relations : અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ (USA New President Donald Trump)ની જીત થયા બાદ ભારતીય નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કોંગ્રેસ નેતા સચિન પાયલટે (Congress Leader Sachin Pilot) ભારત-અમેરિકા સંબંધો (India-US Relations) અંગે પોતાનો મત વ્યક્ત કર્યો છે અને તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના નવા પ્રમુખ બનવા પર અભિનંદન પાઠવ્યા છે.
‘ભારત-અમેરિકાના સંબંધો કોઈ એક વ્યક્તિ પર નિર્ભર નથી’
છત્તીસગઢના રાયપુરમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન સચિન પાયલટને ટ્રમ્પની જીત અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો, જેમાં તેમણે કહ્યું કે, ‘કોઈપણ દેશની લોકશાહી પ્રક્રિયાનું તમામે સન્માન કવું જોઈએ. ચૂંટણીમાં એક વ્યક્તિની જીતી ગયા છે. ભારત-અમેરિકાના સંબંધો કોઈ એક વ્યક્તિ પર નિર્ભર નથી. ભલે સરકાર કોઈપણ હોય, પરંતુ બંને દેશો વચ્ચે ઐતિહાસિક સંબંધ છે.’
આ પણ વાંચો : 'ભારત-અમેરિકાની ભાગીદારીને મજબૂત કરવા ઉત્સુક છું', PM મોદીએ ટ્રમ્પને પાઠવ્યા અભિનંદન
ટ્રમ્પ સકારાત્મક વલણ અપનાવે તેવી આશા : પાયલટ
તેમણે વધુમાં કહ્યું કે, ‘આપણે સૌથી મોટી લોકશાહી છીએ અને અમેરિકા સૌથી જૂનું લોકતંત્ર છે. બંને દેશોએ જે સંબંધો વિકસાવ્યા છે, તે કોણ જીતશે, તેના પર નિર્ભર કરતું નથી. જોકે હું નવા રાષ્ટ્રપતિને અભિનંદન પાઠવું છું અને તેઓ તમામ પડકારોનો સામનો કરવામાં સક્ષમ હશે. મને વિશ્વાસ છે કે, તેઓ ભારત અને અમેરિકાના વચ્ચેના તમામ મુદ્દાઓ પર સકારાત્મક વલણ અપનાવશે.’