Get The App

યુએસમાં રાષ્ટ્રપતિ બદલાયા બાદ ભારત પર શું પડશે અસર? જાણો અમેરિકન પોલિસીનું ભારત કનેક્શન

Updated: Nov 3rd, 2024


Google NewsGoogle News
યુએસમાં રાષ્ટ્રપતિ બદલાયા બાદ ભારત પર શું પડશે અસર? જાણો અમેરિકન પોલિસીનું ભારત કનેક્શન 1 - image


America Presidential Election 2024 : અમેરિકામાં પાંચમી નવેમ્બરે યોજાનાર રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ (Kamala Harris) વચ્ચે પૂરજોશમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. બંને ઉમેદવારો અનેક રાજ્યોમાં જઈને એક પછી એક રેલીઓ યોજી રહ્યા છે. આ ચૂંટણી પર વિશ્વભરની નજર છે. એવી ચર્ચા થઈ રહી છે કે, અમેરિકામાં સત્તા પરિવર્તન થશે તો તેની ભારત અને ચીન પર શું અસર પડશે? એક તરફ ટ્રમ્પ છે, જેઓ ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો મામલે પહેલેથી જ જાણીતા છે, તો બીજી તરફ કમલા હેરિસ છે અને તેઓ ભારતીય મૂળના હોવાથી ભારતના લોકોની નજીકના હોવાનું માનવામાં આવે છે.

કેનેડા-પન્નુના કારણે ભારત-અમેરિકાના સંબંધોમાં સામાન્ય તિરાડ

આમ તો ભારત-અમેરિકા વચ્ચે અનેક દાયકાઓથી ગાઢ મિત્રતા છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી બંને દેશો વચ્ચે સામાન્ય તકરાર પણ જોવા મળી છે. અમેરિકાએ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવા બદલ ભારતીય નાગરિક સામે આરોપો ઘડ્યા છે. ભારત-કેનેડા વિવાદને લઈને અમેરિકાએ નિવેદન આપ્યું હતું કે, ‘કેનેડાના આરોપો ગંભીર છે અને ભારતે તેની તપાસમાં સહયોગ આપવો જોઈએ.’ તાજેતરમાં અમેરિકાએ રશિયાના સૈન્ય-ઔદ્યોગિક અડ્ડાઓને કથિત રૂપે સમર્થન આપનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી, જેમાં 15 ભારતીય કંપનીઓ સહિત 275 વ્યક્તિઓ અને સંસ્થાઓ પર પ્રતિબંધો લદાયા હતા.

આ પણ વાંચો : હિજાબના વિરોધમાં વિદ્યાર્થીનીએ કપડાં ઉતાર્યા, ઈરાનની યુનિવર્સિટીમાં છોકરીએ પોકાર્યો બળવો!

બાઈડનના કાર્યકાળમાં ભારતના મજબૂત સંબંધો

ભારતના હંમેશા અમેરિકા સાથે સારા સંબંધો રહ્યા છે અને હવે જો ત્યાં સત્તા પરિવર્તન થાય તો પણ ભારતને ચીન, ઈરાન, રશિયા અથવા મિડલ ઈસ્ટ જેવી ચિંતા નથી. રાષ્ટ્રપતિ બાઈડેનના કાર્યકાળમાં પણ બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બન્યા છે. બંને ઉમેદવાર ટ્રમ્પ અને હેરિસ ભારત-અમેરિકાના મજબૂત સંબંધોનું સમર્થન કરે છે અને બંને ઉમેદવારોની પાર્ટીઓ પણ બંને દેશોના સંબંધો વધુ ગાઢ બનવાવા ઈચ્છુક છે.

અમેરિકાના સત્તા પરિવર્તનથી ભારત પર શું અસર પડશે ?

નિષ્ણાતોના મત મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પહેલેથી જ મજબૂત સંબંધો છે, તેથી વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પની એન્ટ્રી થશે તો બંને દેશોને લાભ થઈ શકે છે. જો ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનશે તો બંને દેશોની વિદેશ નીતિને પ્રોત્સાહ મળશે અને તેના કારણે વ્યાપાર અને માર્કેટ સુધી પહોંચ વધશે તેમજ ઈમિગ્રેશન જેવા મુદ્દાઓમાં સંતુલન જોવા મળશે. બીજી બાજુ રાષ્ટ્રપતિ બાઈડેનની જેમ કમલા હેરિસ પણ ભારતને દક્ષિણ એશિયામાં ચીનના સૌથી મજબૂત હરીફ તરીકે જુએ છે અને મતભેદોને પ્રોત્સાહન આપશે નહીં.

આ પણ વાંચો : બાંગ્લાદેશની અવળચંડાઇ શરૂ: આ પડોશી દેશ સાથે મળીને કાપડ નિકાસ મામલે કર્યો મોટો ખેલ

અમેરિકા માટે ચીનનો મુકાબલો કરવા ભારતનો સાથ જરૂરી

અમેરિકા માટે ભારત એક મહત્ત્વનો ભાગીદાર દેશ એટલા માટે છે, કારણ કે તે અમેરિકા ઈન્ડો પેસિફિક અને તેનાથી આગળ ચીનના સૈન્ય તેમ આર્થિક ઉદય વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગે છે. ચીન સાથે ભારતની પોતાની દાયકાઓથી ચાલતી દુશ્મનાવટ આ સહિયારા હિતોને વધુ મજબૂત બનાવે છે.

એક રિપોર્ટ મુજબ, હૈરી ટ્રૂમેનથી લઈને ડેમોક્રેટિક રાષ્ટ્રપતિની એવી ઐતિહાસિક ધારણા છે કે, ‘ભારતનો ઉદય અમેરિકા માટે સારો છે. ડેમોક્રેટિક તંત્ર પણ ઈચ્છશે કે, ભારતનો આર્થિક વિકાસ ઝડપી ગતિએ આગળ વધે અને ચીનનો મુકાબલો કરવામાં અમારો ભાગીદાર બને.’

ટ્રમ્પ-હેરિસનો અનેક રાજ્યોમાં ચૂંટણી પ્રચાર

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં પાંચમી નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસે શનિવારે વિસ્કૉન્સિન અને નોર્થ કેરોલિનામાં હજારો સમર્થકોને સંબોધ્યા હતા. ત્યારબાદ તેઓ રવિવારે મિશિગન, જ્યોર્જિયા અને પેન્સિલ્વેનિયામાં ક્લોજિંગ ડિબેર કરે તેવી સંભાવના છે. બીજીતરફ 78 વર્ષના  રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે વર્જિનિયામાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. તેઓ રવિવારે મિશિગન, પેન્સિલ્વેનિયા, જ્યોર્જિયા અને ઉત્તર કેરોલિનામાં ચૂંટણી પ્રચાર કરી શકે છે.

આ પણ વાંચો : નિવેદનબાજીના ગંભીર પરિણામ ભોગવવા પડશે: ભારતની કેનેડાને ચેતવણી, કહ્યું- ભયના વાતાવરણમાં છે ડિપ્લોમેટ્સ


Google NewsGoogle News