ખાલિસ્તાની આતંકવાદી પન્નૂ મામલે અમેરિકાએ ભારતને લઈને ફરી આપ્યું નિવેદન, જાણો શું કહ્યું
Richard Verma On Gurpatwant Singh Pannu : અમેરિકાના નાયબ વિદેશ મંત્રી રિચર્ડ આર વર્માએ મંગળવાર (20 ફેબ્રુઆરી)એ કહ્યું કે, ગુરપતવંત સિંહ પન્નૂને મારવાના ષડયંત્રમાં એક ભારતીય અધિકારીની કથિક સંડોવણી પર અમેરિકા ભારતની સાથે સંપર્કમાં રહેશે અને અમેરિકા આ મામલે તપાસ કરનારી ભારતીય સમિતિના પરિણામોની રાહ જોઈ રહ્યું છે.
રિચર્ડ વર્મા 2015-17 દરમિયાન નવી દિલ્હીમાં અમેરિકન દૂત તરીકે કામ કરી ચૂક્યા છે. તેમણે કહ્યું કે, 'ભારતીય પક્ષે મામલાને ખુબ ગંભીરતાથી લીધો છે, પરંતુ તેની ડિટેઈલમાં નથી ગયા. તમામ મોરચે ભારત અને અમેરિકા વચ્ચે સંબંધ તે ગતિ અને પ્રમાણ પર આગળ વધી રહ્યા છે, જે અંગે કેટલાક લોકોએ કેટલાક વર્ષ પહેલા વિચાર્યું ન હતું.'
જણાવી દઈએ કે, ભારતે ખાલિસ્તાન સમર્થક ગુરપતવંત સિંહ પન્નૂને આતંકવાદી જાહેર કર્યા છે અને તેમના સંગઠન સિખ ફોર જસ્ટિસને ગેરકાયદે કરાર આપ્યો છે.
પન્નૂ પર પૂછાયેલા સવાલનો રિચર્ડ વર્માએ આપ્યો જવાબ
રિચર્ડ વર્માએ ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનમાં એક સત્ર દરમિયાન પન્નૂ પર પૂછાયેલા એક સવાલના જવાબમાં કહ્યું કે, 'અમે ભારત સરકારની સામે પોતાની ચિંતાઓ જણવી. આ મામલાની તપાસ માટે એક તપાસ એજન્સી છે અને અમે (ભારત) સરકારની સાથે જોડાયેલા રહીશું અને તેમના નિષ્કર્ષોની રાહ જોઈશું. તેમણે (ભારત) આને ખુબ ગંભીરતાથી લીધો છે.'