Get The App

ચૂંટણી પહેલા જ ટ્રમ્પે નવો વિવાદ ઉભો કર્યો, જૂનો મુદ્દો ઉખાડી ભારત-ચીન પર સાધ્યું નિશાન

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
ચૂંટણી પહેલા જ ટ્રમ્પે નવો વિવાદ ઉભો કર્યો, જૂનો મુદ્દો ઉખાડી ભારત-ચીન પર સાધ્યું નિશાન 1 - image


US President Election 2024 : અમેરિકાની ચૂંટણી દિવસે ને દિવસે રસપ્રદ બનતી જઈ રહી છે. એકતરફ જો બીડેને (Joe Biden) ચૂંટણીની રેસમાંથી ખસી લઈ કમલા હેરિસ (Kamala Harris)ને સમર્થન આપવાની જાહેરાત કરી છે, તો બીજીતરફ રિપબ્લિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પણ વધુ આક્રમક બની ગયા છે. આ વખતે તો તેમણે ભારત અને ચીન (India And China) પર આકરું નિશાન સાધી નવો વિવાદ ઉભો કર્યો છે. જોકે અગાઉના રિપોર્ટ મુજબ, ટ્રમ્પનું નિવેદન તદ્દન ખોટું હોય તેવું જોવા મળી રહ્યું છે.

ટ્રમ્પે ભારત-ચીન વિશે શું કહ્યું?

ટ્રમ્પની મિશિગનમાં એક ચૂંટણી રેલી યોજાઈ હતી, જેમાં તેમણે જૂના મુદ્દાઓ ઉખેડી ભારત અને ચીન પર આકરું નિશાન સાધ્યું છે. તેમણે ચીનને આડે હાથ લઈને કહ્યું કે, ‘અગાઉ ચીનની ઈચ્છા અમેરિકામાં પ્રોડક્ટ બનાવવાની હતી અને આ પ્રોડક્ટ પર 250 ટકા ટેરિફ લગાવી શકાય તે માટે આ પ્રોડક્ટ તેમના ત્યાં મોકલવાની હતી. તેની એવી પણ ઈચ્છા હતી કે, અમેરિકન કંપનીઓને ઓફર કરીશું કે, અમારા ત્યાં આવો અને પોતાનો પ્લાન્ટ ચીનમાં શરૂ કરો, આ કંપનીઓ પણ ત્યાં જાય છે.’

ત્યારબાદ ટ્રમ્પે ભારત પર પણ નિશાન સાધી કહ્યું કે, ‘ભારતે પણ હાર્લી ડેવિડસન સાથે આવું જ કર્યું છે. ભારત સરકારે હાર્લી ડેવિડસન પર 200 ટકા ટેરિફ લગાવી દીધો, જેના કારણે તેઓ ભારતમાં બાઈક જ વેંચી શક્યા નહીં.’

આ પણ વાંચો કમલા હેરિસ બનશે અમેરિકાના પ્રમુખ, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ 'ધ સિમ્પસન્સ'ની એક ઔર ભવિષ્યવાણી

‘આખરે તેઓ આટલો બધો ટેક્સ કેમ લે છે?’

ડોનાલ્ડ ટ્રમ્પ હજુ તો રાષ્ટ્રપતિની ચૂંટણી પણ જીત્યા નથી અને રાષ્ટ્રપતિ જેવું વર્તન કરવા લાગ્યા છે. ચૂંટણી રેલીમાં ટ્રમ્પે કહ્યું કે, ‘મને હાર્લી ડેવિડસનના પ્રમુખ મળ્યા હતા. હું તેમની વાતો સાંભળીને ખૂબ નિરાશ થયો હતો. તેમની કંપનીએ વર્ષ 2018માં ભારતમાં રૂપિય પાંચથી 50 લાખ સુધીની બાઈક લૉન્ચ કરી હતી. જ્યારે મેં તેમને પૂછ્યું કે, તમારો ભારતમાં બિઝનેસ કેવો ચાલી રહ્યો છે? તો તેમણે કહ્યું કે, સારો નથી ચાલી રહ્યો. અમારે 200 ટકા ટેરિફ ચૂકવવો પડી રહ્યો છે. આખરે તેઓ અમારી પાસેથી આટલો બધો ટેક્સ કેમ વસુલે છે. આખરે મેં તેમને પ્લાન્ટ સ્થાપવા માટે મજબૂર કરી દીધા.’

જાણો ટ્રમ્પનું નિવેદન કેટલું સત્ય

હાર્લી ડેવિડસન વિશ્વભરની જાણીતી બાઈક કંપની છે. કંપનીની બાઈક લાખો રૂપિયામાં વેચાય છે. અમીરોમાં આ બાઈકનો જોરદાર ક્રેઝ છે. અમીરો વર્ષોથી આ કંપનીની બાઈક બહારથી મંગાવે છે, આના પર લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. એટલું જ નહીં આ લોકો સરકારને મસમોટો ટેક્સ પણ ચુકવે છે. ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે આ મુદ્દો સૌથી પહેલા વર્ષ 2017માં અમેરિકી કોંગ્રેસમાં ઉઠાવ્યો હતો. જોકે આ મુદ્દે તેઓ ઘણીવાર જુદા જુદા નિવેદનો કરતા રહ્યા છે. અગાઉ તેમણે એમ કહ્યું હતું કે, મારા મિત્ર મોદીએ ટેક્સ ઘટાડીને 100 ટકા કરી દીધો છે, તો ક્યારેક તેમણે એવું પણ કહ્યું છે કે, આ અમને મંજૂર નથી. રિપોર્ટ્સ અનુસાર જ્યારે ટ્રમ્પ ભારતના 100 ટકા એક્સપોર્ટ ડ્યૂટી લગાવવાની વાત કરી રહ્યા હતા ત્યારે ટેક્સ 75 ટકા હતો.

આ પણ વાંચો : બાઇડેનની એ 7 ભૂલ, જેના કારણે અમેરિકન પ્રમુખપદની રેસમાંથી નામ પાછું ખેંચી લેવું પડ્યું


Google NewsGoogle News