Get The App

ભારતમાં GE F-414 ફાઈટર જેટ એન્જિન બનાવવાનો માર્ગ મોકળો, US દ્વારા કરારને મંજૂરી

આ કરાર હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને GE એરોસ્પેસ વચ્ચે કરવામાં આવ્યો

US રાજ્ય વિભાગે ગૃહ અને સેનેટની વિદેશી સંબંધો સમિતિઓને જાણ કરી હતી

Updated: Aug 31st, 2023


Google NewsGoogle News
ભારતમાં GE F-414 ફાઈટર જેટ એન્જિન બનાવવાનો માર્ગ મોકળો, US દ્વારા કરારને મંજૂરી 1 - image


સંયુક્ત રાજ્ય અમેરિકા કોંગ્રેસે ભારત-US ફાઇટર જેટ એન્જિન કરારને મંજૂરી આપી દીધી છે. US કોંગ્રેસને આ ડીલ સામે કોઈ વાંધો નથી અને આ કરાર હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને GE એરોસ્પેસ વચ્ચે કરવામાં આવ્યો છે જેમાં અભૂતપૂર્વ ટેક્નોલોજી ટ્રાન્સફર, ભારતમાં જેટ એન્જિનનું ઉત્પાદન અને લાઇસન્સિંગ વ્યવસ્થાનો સમાવેશ થાય છે.

US કોંગ્રેસને આ કરારમાં કોઈ વાંધો નથી

કેપિટોલ હિલ ખાતેના એક સુત્રોના જણાવ્યા મુજબ તે કાયદાકીય બાજુથી સ્પષ્ટ છે. વડાપ્રધાનની મુલાકાત પહેલા જ આ ડીલને મંજૂરી આપવામાં આવી હતી. પ્રક્રિયા મુજબ, US રાજ્ય વિભાગે 28 જુલાઈના રોજ ગૃહ અને સેનેટની વિદેશી સંબંધો સમિતિઓને જાણ કરી હતી. જો નોટિફિકેશનના 30 દિવસની અંદર કોઈ કોંગ્રેસના પ્રતિનિધિ અથવા સેનેટને વાંધો ન હોય, તો તેને સંમતિ ગણવામાં આવે છે. હવે US કોંગ્રેસને આ કરારમાં કોઈ વાંધો નથી, ત્યારે હવે આગળના પગલા તરફ આગળ વધી શકીએ છીએ.

વડાપ્રધાનની અમેરિકાની મુલાકાત દરમિયાન આ ડીલ પર કરાર થયા હતા

આ પહેલા વડાપ્રધાનએ તેમની અમેરિકાની મુલાકાત દરમિયાન હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને GE એરોસ્પેસ વચ્ચેના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. વડાપ્રધાને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને ફર્સ્ટ લેડી જિલ બિડેનના આમંત્રણ પર અમેરિકાની મુલાકાત લીધી હતી. તે દરમિયાન જ આ મહત્વપૂર્ણ કરારની જાહેરાત કરવામાં આવી હતી.


Google NewsGoogle News