Get The App

અમેરિકાએ ધાર્મિક સ્વતંત્રતા મુદ્દે મોદી સરકારને ઘેરી, ભારતમાં મુસ્લિમો-ખ્રિસ્તીઓ પર દમનનો મુદ્દો ઊઠાવ્યો

Updated: Jun 27th, 2024


Google NewsGoogle News
અમેરિકાએ ધાર્મિક સ્વતંત્રતા મુદ્દે મોદી સરકારને ઘેરી, ભારતમાં મુસ્લિમો-ખ્રિસ્તીઓ પર દમનનો મુદ્દો ઊઠાવ્યો 1 - image


US Religious Report : અમેરિકાએ ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા મુદ્દે અનેક મોટા આરોપો મૂકતાં ફરી એકવાર બંને દેશો વચ્ચે તણાવ વધી શકે છે. અમેરિકાના વિદેશ મંત્રાલયના 2023ના ધાર્મિક સ્વતંત્રતા અહેવાલમાં ભારત વિશે વાહિયાત વાતો કરવામાં આવી છે. રિપોર્ટમાં ધર્મપરિવર્તન સંબંધિત કાયદો, હેટ સ્પીચનો ઉલ્લેખ કરાયો છે અને મુસ્લિમો તથા ખ્રિસ્તીઓ સહિતના લઘુમતીઓના મકાનો તથા પ્રાર્થના સ્થળ તોડી પાડવાનો આરોપ મૂકાયો છે. 

મુસ્લિમ-ખ્રિસ્તીઓ પર હુમલાનો મુદ્દો ઊઠાવ્યો 

અમેરિકાએ તેના રિપોર્ટમાં લઘુમતી સમુદાય ખાસ કરીને મુસ્લિમો અને ખ્રિસ્તીઓ પર હિંસક હુમલાઓનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ યહૂદીઓ અને મુસ્લિમો વિરુદ્ધ દુનિયાભરમાં વધતી કટ્ટરતા સામે ચિંતા વ્યક્ત કરી હતી. 

વિદેશમંત્રી એન્ટની બ્લિંકને રજૂ કર્યો રિપોર્ટ 

અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને વાર્ષિક રિપોર્ટ રજૂ કરતાં કહ્યું કે ગાઝા યુદ્ધને કારણે અમેરિકા સામે યહૂદીવિરોધી ભાવના અને ઈસ્લામોફોબિયા જેવા પડકારો ઊભા થયા છે. ભારતમાં અમે ધર્માંતરણવિરોધી કાયદો, અભદ્ર ભાષા, લઘુમતી ધાર્મિક સમુદાયોના ઘર અને પ્રાર્થના સ્થળને તોડી પાડવાની ઘટનાઓમાં ચિંતાજનક વૃદ્ધિ જોઈ છે. જોકે આ રિપોર્ટ મામલે અત્યાર સુધી વોશિંગ્ટનમાં આવેલા ભારતીય દૂતાવાસે કોઈ પ્રતિક્રિયા આપી નથી. 

મોદી સરકાર પર કર્યા પ્રહાર

જ્યારે અમેરિકાના રાજદૂત રશદ હુસૈને ભારતીય પોલીસની પણ આકરી ટીકા કરતાં કહ્યું કે ભારતમાં ખ્રિસ્તી સમુદાયના લોકોએ જણાવ્યું કે સ્થાનિક પોલીસે ધર્માંતરણ પ્રવૃત્તિઓના આરોપ મૂકીને પ્રાર્થના સ્થળોએ અડચણો પેદા કરી. ભીડે તેમના પર હુમલો કર્યો અને પોલીસ મૂકદર્શક બની રહી. આટલું જ નહીં ઉલટાનું ધર્માંતરણના આરોપમાં પીડિતોની ધરપકડ કરી લેવામાં આવી. દાયકાઓથી અમેરિકા ભારત સાથે મધુર સંબંધો ઈચ્છે છે. રાષ્ટ્રપતિ બાઈડને પીએમ મોદીને ગળે લગાવ્યા જે એક હિન્દુ રાષ્ટ્રવાદી છે અને જેમણે તાજેતરમાં જ ત્રીજી વખત સત્તા મેળવી છે. તેમ છતાં ભાજપના શાસનકાળમાં અમે આ પ્રકારની ઘટનાઓમાં જોયેલી વૃદ્ધિથી અચરજ પામી ગયા છીએ.

અમેરિકાએ ધાર્મિક સ્વતંત્રતા મુદ્દે મોદી સરકારને ઘેરી, ભારતમાં મુસ્લિમો-ખ્રિસ્તીઓ પર દમનનો મુદ્દો ઊઠાવ્યો 2 - image


Google NewsGoogle News