અમેરિકાની યમનમાં એરસ્ટ્રાઇક, મિસાઇલો ઝીંકી હૂતીઓના હથિયાર ભંડારનો કર્યો નાશ
US Air Strike on Yemen : અમેરિકાએ યમનમાં એરસ્ટ્રાઇક કરી હૂતીઓના હથિયાર ભંડાર કેન્દ્રો પર મિસાઇલો ઝીંકી છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે (CENTCOM) દાવો કર્યો છે કે, ‘અમે અમારા સાથીદારોને ધમકાવનાર અને ઇરાનનું સમર્થન કરતાં હૂતીઓના પ્રયાસોને ડામવા આ હુમલો કર્યો છે. CENTCOMએ એક્સ પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે, ‘અમારી સેનાએ યમનમાં હૂતી એડવાન્સ કન્વેશનલ હથિયાર સ્ટોરેજો પર હુમલા કર્યા છે. સેનાએ 8 જાન્યુઆરી-2025ના રોજ યમનમાં હૂતીઓના નિયંત્રણ હેઠળના વિસ્તારો પર ચોકસાઈપૂર્વક હુમલો કર્યો છે, જેમાં ઇરાનના સમર્થક હૂતીના એડવાન્સ કન્વેશનલ હથિયારોના ભંડારનો નાશ થયો છે.
હૂતી હુમલાખોરોની કરતૂતો અટકાવ કરાયો હુમલો
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે, ‘હૂતીના હુમલાખોરોએ આ હથિયારોનો ઉપયોગ કરી દક્ષિણ લાલ સાગર અને અદનની ખાડીમાં અમેરિકન નૌસેનાના યુદ્ધ જહાજો, કૉમર્શિયલ જહાજો પર હુમલો કર્યો હતો. અમે આ ક્ષેત્રમાં સ્થાનિક ભાગીદારોને ધમકાવવા માટે તેમજ ઇરાનનું સમર્થન કરતાં હૂતીઓની કરતૂતો અટકાવવાના પ્રયાસના ભાગરૂપે આ હુમલો કર્યો છે. આ ઓપરેશનમાં કોઈપણ અમેરિકી કર્મચારી કે અમારા ઉપકરણોને નુકસાન થયું નથી.’
CENTCOM અનેક હુમલા કર્યા
અમેરિકાએ યમનમાં અગાઉ પણ હુમલા કર્યા હતા. યુએસ સેન્ટ્રલ કમાન્ડે 31 ડિસેમ્બર-2025ના રોજ એક્સ પર પોસ્ટ દ્વારા કહ્યું હતું કે, ‘અમારી સેનાએ યમનમાં હૂતીઓના અનેક ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. સેનાએ 30 અને 31 ડિસેમ્બરે યમનની રાજધાની સના અને હૂતીના નિયંત્રણ હેઠળના અનેક ઠેકાણાઓ પર ચોક્સાઈપૂર્વક હુમલા કર્યા છે.’
આ પણ વાંચો : પહેલીવાર યુક્રેને એક જ પ્રહારમાં 6 રશિયન ક્રૂઝ મિસાઈલ તોડી પાડી, પુતિન ટેન્શનમાં
હૂતી બળવાખોરોના પ્રવક્તા અમેરિકા પર ભડક્યા
અમેરિકાએ યમનમાં હુમલા કર્યા બાદ હૂતી બળવાખોરોના પ્રવક્તા મોહમ્મદ અબ્દુલસલામ અમેરિકા પર ભડક્યા છે. તેમણે કહ્યું કે, ‘અમેરિકી સેનાએ રાજધાની સનામાં અનેક હુમલા કર્યા છે. આ હુમલા બાદ પર અમે અમારી દેશની સુરક્ષા કરતાં રહીશું.
આ પણ વાંચો : ગ્રીનલેન્ડ-પનામા નહેર પર કબજો કરવા સૈન્ય મોકલતા ખચકાઈશું નહીં, ટ્રમ્પના એલાનથી ખળભળાટ