UPSC Mains Result 2024: યુપીએસસી મેઈન્સ પરીક્ષા 2024નું પરિણામ જાહેર, અહીં ચેક કરો
UPSC Mains Result 2024: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સિવિલ સર્વિસ મેઈન્સ પરીક્ષા 2024નું પરિણામ જાહેર કર્યું છે. 20 સપ્ટેમ્બરથી પાંચ દિવસ સુધી પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષામાં ભાગ લેનાર ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ્સ upsc.gov.in અને upsconline.nic.in પર તેમનું પરિણામ જોઈ શકે છે.
કમિશને તે ઉમેદવારોના રોલ નંબર જાહેર કર્યા છે, જેમણે સફળતાપૂર્વક યોગ્યતા મેળવી છે. ઇન્ટરવ્યૂ શેડ્યૂલ અંગે સમયસર શોર્ટલિસ્ટ ઉમેદવારોને જાણ કરવામાં આવશે. ઇન્ટરવ્યૂ નવી દિલ્હીની યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની ઓફિસમાં યોજાશે.