UPI દ્વારા પેમેન્ટ કરવાથી શું કોઈ ચાર્જ વસૂલાય છે? જાણો હકીકત

યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે UPI થી આજે આપણે દરેક લોકો વાકેફ છીએ

હાલમાં UPI દ્વારા પેમેન્ટ કરવા પર કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી.

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
UPI દ્વારા પેમેન્ટ કરવાથી શું કોઈ ચાર્જ વસૂલાય છે? જાણો હકીકત 1 - image
Image Envato 

UPI Transaction: યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે UPI થી આજે  આપણે દરેક લોકો વાકેફ છીએ. આ સિસ્ટમથી લોકો પળવારમાં નાના- મોટા વ્યવહારો કરી શકે છે. અને તેના કારણે વેપારી પાસે છૂટા પૈસાની કોઈ બબાલ રહેતી નથી. આ જ કારણ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં UPI નો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. 

હવે તો ભારત ઉપરાંત આ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ વિશ્વના અન્ય ઘણા દેશોમાં પણ અપનાવવામાં આવી રહી છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી યુપીઆઈને લઈને એક વિવિધ પ્રકારની ચર્ચા ચાલી રહી છે.  જેમાં મુખ્યત્વે એવી વાત કહેવામાં આવી રહ્યું છે કે,  હવે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર હવે યૂઝર્સ પાસેથી ચાર્જ વસૂલવામાં આવશે. જો કે, આ અંગે એક સર્વે પણ કરવામાં આવ્યો હતો, આજે આ આર્ટિકલ દ્વારા તમને જણાવી રહ્યા છીએ કે UPIમાં કયા ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લેવામાં આવે છે.

UPI ચાર્જને લઈને લોકોમાં છે ડર

હકીકતમાં થોડાક દિવસો પહેલા એક સમાચાર આવ્યા હતા કે, RBI તરફથી  UPI પેમેન્ટ્સ પર ચાર્જ લગાવવાની તૈયારીઓ થઈ રહી છે. તે પછી તેના વિશે અલગ- અલગ રીતે ઘણી ચર્ચાઓ શરુ થઈ હતી. બાદમાં નાણા મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, આવી કોઈપણ પ્રકારનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો નથી. જો કે તેમ છતાં લોકોના મનમાં અનેક સવાલો થઈ રહ્યા છે. આને લઈને લોકલસર્કલએ એક ઓનલાઈન સર્વે કર્યો હતો, જેમાં લગભગ 73 ટકા લોકોએ કહ્યું કે, જો ચાર્જ વસૂલવામાં આવશે તો તેઓ UPIનો ઉપયોગ કરવાનું બંધ કરી દઈશુ.

કેવા ટ્રાન્જેક્શન પર લગાવવામાં આવે છે ચાર્જ ?

તમને જણાવી દઈએ કે હાલમાં UPI દ્વારા પેમેન્ટ કરવા પર કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. જોકે, તમામ UPI એપ હવે રિચાર્જ કરવા પર પ્લેટફોર્મ ચાર્જ વસૂલે છે. મોબાઈલ રિચાર્જ પર આ એપ દ્વારા લોકો પાસેથી 1થી 5 રૂપિયાનો ચાર્જ વસૂલમાં આવે છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ આ અંગે ફરિયાદ કરી છે, જોકે આ ચાર્જ ઘણા મહિનાથી વસૂલવામા આવી રહ્યો છે. 



Google NewsGoogle News