યુપીઆઈ પેમેન્ટ કરતી વખતે આ ત્રણ ભૂલ ના કરો, નહીં તો બેંકમાંથી ડેબિટ થઈ જશે વધુ પૈસા

એપમાં Credit card એડ કરવું ક્યારેક ખોટુ સાબિત થઈ શકે છે

એપ દ્વારા Convenience Fees લગાવવામાં આવે છે

Updated: Jan 13th, 2024


Google NewsGoogle News
યુપીઆઈ પેમેન્ટ કરતી વખતે આ ત્રણ ભૂલ ના કરો, નહીં તો બેંકમાંથી ડેબિટ થઈ જશે વધુ પૈસા 1 - image
Image Envato 

તા. 13 જાન્યુઆરી 2024, શનિવાર 

UPI પેમેન્ટને લઈને નવો નિયમ આવી ગયો છે. હવે તમે હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં એક જ દિવસમાં 5 લાખ રુપિયા સુધી યુપીઆઈ પેમેન્ટ કરી શકો છો. આ સિવાય તમે સિંગાપુરથી ડાયરેક્ટ પેમેન્ટ સ્વીકારી શકો છો. આજે અમે એવી કેટલીક બાબતો વિશે કહેવા જઈ રહ્યા છીએ, જેનું ધ્યાન નહી રાખો તો UPI પેમેન્ટ કરતી વખતે બેંક એકાઉન્ટમાંથી વધારે પૈસા કપાઈ જશે.

એપમાં  Credit card એડ કરવું ક્યારેક ખોટુ સાબિત થઈ શકે છે

UPI  એપ યુઝર્સને  Credit card એડ કરવાનું ઓપ્શન આપવામાં આવે છે. પરંતુ તેને એડ કરતી વખતે તમારે સાવધાન રહેવાની જરુર છે. સામાન્ય રીતે જોઈએ તો યુઝર્સ  બેંકમાં પૈસા ન હોય ત્યારે ક્રેડિટ કાર્ડને એડ કરીને પેમેન્ટ કરતાં હોય છે. જેમા લોકોને ઘણી મુશ્કેલીઓ થતી હોય છે, અને તેમનું ક્રેડિટ બેલેન્સ પણ બગડી જાય છે. કારણ કે બેંક એકાઉન્ટમાં વગર પૈસે તમે પેમેન્ટ કરો છો, તો તે ખૂબ જ ખોટુ સાબિત થઈ શકે છે. 

એપ દ્વારા Convenience Fees લગાવવામાં આવે છે

Paytm અને  PhonePe ને લઈને મોટી જાણકારી સામે આવી છે. જેમા એપ દ્વારા Convenience Fees લગાવવામાં આવે છે. જો તમે કોઈ રિચાર્જ કરો છો, તો તમારે બેંક એકાઉન્ટમાંથી વધારે પૈસા ચુકવવા પડશે. જો કે ઘણી વાર વધુ પેમેન્ટ કરતી વખતે આપણે એ વાતનું ધ્યાન નથી રાખતા, કારણ કે Convenience Fees ની રકમ ઘણી નાની હોય છે. એટલા માટે આપણું ધ્યાન તેમા જતું નથી, પરંતુ આ તમને નુકસાન પહોચાડી શકે છે. 

10 હજારથી વધારે રુપિયાની ચુકવણી કરો છો, તો તમારે અમુક બેંક ચાર્જ ચુકવવો પડે છે

UPI એપ પર એક નક્કી કરેલી રકમથી વધારે પેમેન્ટ કરો છો, તો પણ અમુક રકમ ફી તરીકે લેવામાં આવે છે. પરંતુ આ ફી એ સ્થિતિમાં લેવામાં આવે છે, જ્યારે પેમેન્ટ કાર્ડની મદદથી કરો છો. આ ફી Freecharge દ્વારા વસૂલવાનું શરુ કરવામાં આવ્યું છે. આ ફી પર સામાન્ય રીતે લોકો બહુ ધ્યાન આપતા નથી. પરંતુ 10 હજારથી વધારે રુપિયાની ચુકવણી કરો છો, તો તમારે આ ફી ચુકવવી પડશે. તેથી આ સામાન્ય લાગતી વાત પર તમારે વિશેષ ધ્યાન રાખી સાવચેત રહેવાની જરુર છે. 



Google NewsGoogle News