Get The App

VIDEO: ‘UAEએ ખૂબસૂરત નામ રાખ્યું’, PM મોદીએ ‘જીવન કાર્ડ’નો ઉલ્લેખ કરી જણાવ્યા ફાયદા

વડાપ્રધાન મોદીનું યુએઈમાં ભારતીયોને સંબોધન, કહ્યું- ‘વિશ્વભરમાં ડિજિટલ ઈન્ડિયાની પ્રશંસા’

UPI શરૂ થયા બાદ બંને દેશોના એકાઉન્ટ વચ્ચે કોઈપણ અડચણ વિના પેમેન્ટ કરી શકાશે : મોદી

Updated: Feb 13th, 2024


Google NewsGoogle News
VIDEO: ‘UAEએ ખૂબસૂરત નામ રાખ્યું’, PM મોદીએ ‘જીવન કાર્ડ’નો ઉલ્લેખ કરી જણાવ્યા ફાયદા 1 - image


PM Narendra Modi UAE Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુધાબીમાં ભારતીય સમુદાયને સંબોધન કરી ભારતની ડિજિટલ ક્રાંતિની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત તેમણે ‘જીવન કાર્ડ’નો ઉલ્લેખ કરી તેનો ફાયદો પણ જણાવ્યો હતો. તેમણે સંબોધનમાં ખાસ ડિજિટલ ઈન્ડિયા પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે, આજે વિશ્વભરમાં ડિજિટલ ઈન્ડિયા (Digital India)ની ધૂમ જોવા મળી રહી છે.

‘વિશ્વભરમાં ડિજિટલ ઈન્ડિયાની પ્રશંસા’

સંયુક્ત આરબ અમીરાત (UAE)ના બે દિવસના પ્રવાસે અબુધાબી પહોંચેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘તમે બધા ભારતમાં આવેલી ડિજિટલ ક્રાંતિને જાણો છો. વિશ્વભરમાં ડિજિટલ ઈન્ડિયાની પ્રશંસા થઈ રહી છે. યુએઈમાં વસતા તમામ લોકોને તેનો લાભ પહોંચે, તેવો પણ પ્રયાસ કરી રહ્યા છીએ.’

‘યુએઈએ કેટલું ખૂબસૂરત નામ રાખ્યું’

તેમણે કહ્યું કે, ‘અમે યુએઈ સાથે અમારા રૂપયે કાર્ડને શેર કર્યો છે, જેનાથી યુએઈને પોતાનું ડોમેસ્ટિક કાર્ડ બનાવવામાં સરળતા રહેશે. શું તમે જાણો છો કે યુએઈએ ભારતના સહયોગથી બનેલા કાર્ડ સિસ્ટમને ‘જીવન’ નામ આપ્યું છે. યુએઈએ કેટલું ખૂબસૂરત નામ રાખ્યું છે.’

યુએઈથી ભારત સરળતાથી નાણા પહોંચાડી શકાશે : મોદી

મોદીએ કહ્યું કે, ‘ટુંક સમયમાં યુએઈમાં પણ UPI શરૂ થવાની તૈયારીમાં છે. UPI શરૂ થયા બાદ યુએઈ અને ભારતના એકાઉન્ટ વચ્ચે કોઈપણ અડચણ વિના પેમેન્ટ (India-UAE UPI Payment Benefit) કરી શકાશે. જેનાથી અહીં વસતા ભારતીયો પણ ભારતમાં રહેતા પોતાના પરિવારને સરળતાથી નાણાં (Money Transfer) મોકલી શકશે.’


Google NewsGoogle News