Get The App

તહેવાર ટાણે સાયબર ગુનેગારો સક્રિય : UPIનો ઉપયોગ કરતી વખતે આ ભૂલ ન કરતા, નહીં તો થશે મોટું નુકસાન

Updated: Oct 20th, 2024


Google NewsGoogle News
UPI Fraud

Image: FreePIk


How To Aware From UPI Fraud: ડિજિટાઈઝેશનના યુગમાં વ્યક્તિની નામ, ઓળખથી માંડી બેન્ક બેલેન્સ સહિતની તમામ વિગતો હવે એક નાના ગેજેટ સ્માર્ટફોનમાં ઉપલબ્ધ હોય છે. તેમાં પણ યુપીઆઈ જેવા પ્લેટફોર્મે ઓનલાઈન ટ્રાન્જેક્શનને ઝડપી અને સરળ બનાવ્યા છે. જે ઓળખનો પુરાવો આપ્યા વિના પેમેન્ટ કરવાની મંજૂરી આપે છે. પરંતુ તેની સાથે સાથે સાયબર ફ્રોડ પણ વધ્યા છે. 

મીડિયા રિપોર્ટ અનુસાર, ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ છ માસમાં 26000 લોકો સાથે યુપીઆઈ સંબંધિત છેતરપિંડી થઈ છે. આ આંકડો નોંધાયેલી ફરિયાદો પર આધારિત છે. આ સિવાય અનેક લોકો સાથે નાની-મોટી રકમની યુપીઆઈ છેતરપિંડી અવારનવાર થતી હોય છે.

યુપીઆઈ ફ્રોડના પ્રકારો

નકલી પેમેન્ટ સ્ક્રીનશોટ્સ

સાયબર ઠગ નકલી ઈમેજ બનાવે છે, જેમાં પૈસા મોકલ્યા હોવાની ખોટી વિગતો રજૂ કરતા સ્ક્રીનશોટ્સ મોકલી ભૂલથી ટ્રાન્સફર થયા હોવાનું કહી પૈસા પાછા માગે છે. અને જેમાં પીડિત જેવો પેમેન્ટ ટ્રાન્સફર કરે કે, તેનું બેન્ક બેલેન્સ ખાલી થઈ જાય છે.

મિત્રતાનો ઢોંગ કરીને પૈસા પડાવતી ટોળકી

સ્કેમર્સ AI વોઇસ ક્લોનિંગ અને ડીપફેકની મદદથી મિત્ર કે સંબંધી વગેરે હોવાનો ડોળ કરે છે. બાદમાં કોઈ જરૂરિયાત કે ઈમરજન્સીના બહાને પૈસાની માંગણી કરે છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઃ ભાજપે જાહેર કરી 99 ઉમેદવારની પહેલી યાદી, ફડણવીસને નાગપુર સાઉથ વેસ્ટથી ટિકિટ

નકલી UPI QR કોડ વડે છેતરપિંડી

સાયબર સ્કેમર્સ લોકોને છેતરવા માટે નકલી UPI QR કોડનો ઉપયોગ કરે છે. આ નકલી QR કોડ યુઝર્સને નકલી વેબસાઇટ પર લઈ જઈ ચુકવણી કરવાનું કહે છે.

સ્ક્રીન મોનિટરિંગ એપ્લિકેશન્સ

ઘણી શંકાસ્પદ એપ્સ પીડિતનો સ્ક્રીન રેકોર્ડ કરે છે. બાદમાં બેન્ક લોગઈન અને UPI કોડની ચોરી કરી બેન્ક વિગતો મેળવી ફ્રોડ કરે છે.

આ રીતે બચો

સાયબર સ્કેમર્સથી બચવા કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. આજે અમે તમને મહત્વપૂર્ણ ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે તમારી જાતને સાયબર ફ્રોડથી બચાવી શકો છો.

UPI પિન શેર કરશો નહીં

UPI પિન ખરેખર તમારા ડેબિટ કાર્ડના એટીએમ પિન જેવુ છે. તેને કોઈની સાથે શેર કરશો નહીં. સ્કેમર્સ ગ્રાહક સહાય અથવા બેન્ક અધિકારીઓ તરીકેની ઓળખ આપી તમારો યુપીઆઈ પિન કે ઓટીપી માગી શકે છે. આ સ્થિતિમાં ક્યારેય તમારો પિન કે ઓટીપી શેર કરશો નહીં.

ટ્રાન્જેક્શન વખતે સાવચેત રહો

જાહેર સ્થળો પર ઓનલાઈન યુપીઆઈ મારફત ટ્રાન્જેક્શન કરતી વખતે સાવચેત રહો. કોઈની સામે પિન કે ઓટીપી ફોનમાં ટાઈપ કરશો નહીં. સીસીટીવીની કેદમાં પણ ઓટીપી, પાસવર્ડ અને પિન છુપાઈને નાખવા જોઈએ. સાયબર ગુનેગારો ખૂબ ચાલાક છે.

અનિચ્છનીય પેમેન્ટ લિંક્સથી સાવધ રહો

એસએમએસ, ઈમેલ અથવા મેસેજિંગ એપ દ્વારા મોકલવામાં આવતી કોઈપણ અજાણી પેમેન્ટ લિંક પર ક્લિક કરવાનું ટાળો. સ્કેમર્સ ઘણીવાર તમારી બેન્ક વિગતો અને વ્યક્તિગત વિગતોની ચોરી કરવા માટે આ લિંક્સનો ઉપયોગ કરે છે.

તમારા સ્માર્ટફોનને સુરક્ષિત રાખો

સ્માર્ટફોનને સુરક્ષિત રાખવા માટે, તેને મજબૂત પાસવર્ડ, ફિંગરપ્રિન્ટ અથવા ફેસ લોક વડે સુરક્ષિત રાખવું મહત્વપૂર્ણ છે. આ માટે તમે એન્ટીવાયરસ વગેરેનો ઉપયોગ કરી શકો છો.

તહેવાર ટાણે સાયબર ગુનેગારો સક્રિય : UPIનો ઉપયોગ કરતી વખતે આ ભૂલ ન કરતા, નહીં તો થશે મોટું નુકસાન 2 - image


Google NewsGoogle News