સરકાર બને તે પહેલાં જ આ રાજ્યમાં NDAમાં બબાલ, દિગ્ગજે કહ્યું - 'હું હાર્યો કે હરાવાયો બધા..'
Lok Sabha Elections Result 2024 |ઉત્તર પ્રદેશ બાદ હવે બિહાર NDAમાં પણ ખેંચતાણના અહેવાલ છે. રાષ્ટ્રીય લોક મોરચાના સુપ્રીમો ઉપેન્દ્ર કુશવાહાએ તેમની હાર પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે બધા જાણે છે કે હું હાર્યો કે મને હરાવાયો. પવન સિંહ ફેક્ટર બન્યો કે બનાવાયો એ બધાને ખબર છે. કુશવાહા બિહારની કારાકટ લોકસભા બેઠક પરથી એનડીએ ગઠબંધનના ઉમેદવાર હતા. પરંતુ અહીં તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
કુશવાહા ત્રીજા ક્રમે રહ્યા...
કુશવાહાની નાલેશીભરી હાર થઇ અને તે ત્રીજા ક્રમે રહ્યા. સીપીઆઈએમના રાજા રામ સિંહ કારાકટ લોકસભા સીટ પરથી જીત્યા છે. તેમણે અપક્ષ પવન સિંહને 105858 લાખ મતોથી હરાવ્યા. રાજા રામ સિંહને 380581 લાખ મત મળ્યા. જ્યારે પવન સિંહ 274723 લાખ મત મેળવીને બીજા ક્રમે રહ્યા. કુશવાહાને 253876 લાખ મત મળ્યા. પવન સિંહ અને કુશવાહ વચ્ચે 20,847 વોટનો તફાવત રહ્યો હતો.
યુપીના પુત્ર પ્રવીણ નિષાદની હારથી નારાજ સંજય નિષાદ
ઉત્તર પ્રદેશમાં પણ ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પહેલી બે ચૂંટણીમાં લગભગ ક્લીન સ્વિપ કરનાર ભાજપ આ વખતે યુપીમાં બીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. ભાજપના ઘણા દિગ્ગજ નેતાઓ ચૂંટણી હારી ગયા. સાથી પક્ષોને પણ આંચકો લાગ્યો છે. નિષાદ પાર્ટીના નેતા સંજય નિષાદના પુત્ર પ્રવીણ નિષાદ પણ ચૂંટણી હારી ગયા હતા. હાર બાદ સંજય નિષાદે કહ્યું કે મારો પુત્ર ભાજપને કારણે ચૂંટણી હારી ગયો. યુપીમાં ભાજપને 33 બેઠકો મળી છે. તે જ સમયે, સમાજવાદી પાર્ટીએ આ વખતે યુપીમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. તેને 37 બેઠકો મળી છે. સંત કબીરનગરમાંથી સંજય નિષાદના પ્રવીણ નિષાદ હારી ગયા.