UIDAIની નવી અપડેટ, બંધ થશે આધાર કાર્ડની આ સર્વિસ, સમય મર્યાદા પૂરી થાય તે પહેલા કરી લો આ કામ

દરેક યુજરે દર 10 વર્ષે તેમનું આધાર કાર્ડ અપડેટ કરાવી લેવુ જોઈએ

આધાર કાર્ડ ધારક પોતે ઓનલાઈન પણ કરી શકે છે અપડેટ

Updated: Dec 9th, 2023


Google NewsGoogle News
UIDAIની નવી અપડેટ, બંધ થશે આધાર કાર્ડની આ સર્વિસ, સમય મર્યાદા પૂરી થાય તે પહેલા કરી લો આ કામ 1 - image
Source - Aadhaar web

તા. 9 ડિસેમ્બર 2023, શનિવાર

Aadhar Card Free Update : આધાર કાર્ડને અપડેટ કરવાની તારીખ હવે નજીક આવી રહી છે. અને તેમા જો તમે ઓનલાઈન ફ્રીમાં અપડેટ કરાવા માંગતા હોવ તો 14 ડિસેમ્બર સુધી આ કામ જરુર કરાવી લેજો. નહીં તો તે પછી તમારે ચાર્જ આપવો પડશે.

આજે કોઈ પણ સરકારી કે ખાનગી જગ્યા પર કોઈ પણ કામ માટે દરેક જગ્યા પર આધાર કાર્ડ જરૂરી બની ગયુ છે. એટલે દેશના નાગરિકોને તેમના જરુરી ડોક્યુમેન્ટમાનું એક બની ગયુ છે. મોટાભાગના કામોમાં આધારકાર્ડ ફરજીયાત જેવુ થઈ ગયુ છે. કારણે કે તેના વગર સરકારી યોજનાનો પણ લાભ લઈ શકતા નથી. એટલે સમયાતંરે આધારકાર્ડને અપડેટ કરાવતું રહેવું જોઈએ, જો તેમ કરવામાં તમે નિષ્ફળ ગયા તો તમારા કામ અટકી જશે. આ ઉપરાંત તમારી સાથે છેતરપિંડી પણ થઈ શકે છે. 

દરેક યુજરે દર 10 વર્ષે તેમનું આધાર કાર્ડ અપડેટ કરાવી લેવુ જોઈએ

આધાર કાર્ડ બનાવતી સંસ્થા UIDAI નું કહેવુ છે કે દરેક યુજર્સને દર 10 વર્ષે તેમનું આધાર કાર્ડ અપડેટ કરાવી લેવુ જોઈએ. એટલે જો તમારા આધાર કાર્ડને 10 વર્ષ થઈ ગયા હોય તો 14 ડિસેમ્બર પહેલા અપડેટ કરાવી લો નહીં તો તે પછી ચાર્જ આપવો પડશે. 

આધાર કાર્ડ  ધારક પોતે ઓનલાઈન પણ કરી શકે છે અપડેટ 

તમે આધાર કેન્દ્ર પર જઈ અથવા તમે પોતે ઓનલાઈન આધારકાર્ડ અપડેટ કરી શકો છો. આધાર કાર્ડને અપડેટ કરવા માટે ગ્રાહકે તેની જન્મ તારીખ, એડ્રેસ, મોબાઈલ નંબર  વગેરે જેવી પ્રાથમિક જાણકારી આપવાની જરુર રહે છે. 

ફ્રીમાં આધારને ઓનલાઈન કેવી રીતે કરશો અપડેટ

1.  તેના માટે તમારે UIDAI ની અધિકૃત વેબસાઈટ પર જવાનું રહેશે.

2.  તે પછી તમારે આધાર અપડેટનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે

3.  જેમ કે એડ્રેસ અપડેટ કરવા માટે તમારે અપડેટ એડ્રેસનો વિકલ્પ પસંદ કરવો પડશે.

4.  ત્યાર બાદ અહીં રજીસ્ટ્રર્ડ મોબાઈલ નંબર નાખીને ઓટીપી દાખલ કરવાનો રહેશે.

5.  એ પછી ડોક્યુમેન્ટ અપડેટનો વિકલ્પ પસંદ કરો.

6.  હવે દરેક ડિટેલ્સ વેરિફાઈ કરો અને પછી એડ્રેસ અપડેટ કરવા માટે જરુરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

7.  ત્યાર બાદ આધાર અપડેટની પ્રોસેસને સ્વીકારો

8.  હવે અપડેટ રિકવેસ્ટ નંબર પર (URN) 14 અંક દાખલ કરો.

9. તેના દ્વારા તમે આધાર અપડેટની પ્રક્રિયાને ટ્રેક કરી શકશો.



Google NewsGoogle News